Not Set/ IPL 2018 : હૈદરાબાદે ૯ વિકેટે શાનદાર વિજય સાથે મેળવી પ્લેઓફની ટિકિટ, ધવને ફટકાર્યા ૯૨ રન

દિલ્હી, દિલ્હીના ફિરોજશાહ કોટલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ૯ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. દિલ્લી ડેરડેવિલ્સની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૮૮ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા SRHની ટીમે ૧૮.૫ ઓવરમાં જ વટાવી ટુર્નામેન્ટમાં પોતાનો નવમો વિજય હાંસલ કર્યો હતો. આ સાથે હૈદરાબાદ ૧૮ પોઈન્ટ સાથે પ્લેઓફમાં […]

Sports

દિલ્હી,

દિલ્હીના ફિરોજશાહ કોટલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ૯ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. દિલ્લી ડેરડેવિલ્સની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૮૮ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા SRHની ટીમે ૧૮.૫ ઓવરમાં જ વટાવી ટુર્નામેન્ટમાં પોતાનો નવમો વિજય હાંસલ કર્યો હતો. આ સાથે હૈદરાબાદ ૧૮ પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોચાનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન શિખર ધવન, કેપ્ટન કેન વિલિયમસન અને ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ ઉલ હસન રહ્યા હતા. પરંતુ સ્ફોટક પ્લેયર શિખર ધવનને ૯૨ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી દિલ્લીની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૧૮૭ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા DDની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને સ્ફોટક ઓપનર બેટ્સમેન પૃથ્વી શો માત્ર ૯ રન બનાવ્યા હતા જયારે જેશન રોય માત્ર ૧૧ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો.

બંને ઓપનરોના સસ્તામાં આઉટ થયા બાદ કેપ્ટન શ્રેયસ ઐયર માત્ર ૩ રન બનાવી આઉટ થયો હતો, જો કે ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંતે SRHના બોલરોની ચારેબાજુ ધુલાઇ કરતા આ સિઝનની ત્રીજી જયારે ભારતીય ખેલાડી તરીકે પ્રથમ શાનદાર સદી ફટકારી હતી.

વૃષભ પંતે માત્ર ૬૩ બોલમાં જ ૧૨૮ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ૧૨૮ રનની તુફાની ઇનિંગ્સમાં ૧૫ ચોક્કા અને ૭ સિક્સર ફટકારી હતી. જયારે મેચની અંતિમ ઓવરોમાં હર્ષલ પટેલે ૧૭ બોલમાં ૨૪ રન ફટકાર્યા હતા. હૈદરાબાદ તરફથી ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ ઉલ હસને ૨ વિકેટ ઝડપી હતી.

દિલ્લી દ્વારા આપવામાં આવેલા ૧૮૮ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આ લક્ષ્યાંકને ૧૮.૫ ઓવરમાં જ વટાવી પ્લેઓફમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. ૧૮૮ રનના લક્ષ્યનો પીછો કરતા SRHની શરૂઆત ખરાબ રહી હતી અને સ્ફોટક ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સ માત્ર ૧૪ રન બનાવી આઉટ થયો હતો.

જો કે ત્યારબાદ શિખર ધવન અને કેપ્ટન કેન વિલિયમસનની જોડીએ બીજી વિકેટ માટે ૧૭૬ રનની ભાગીદારી નોધાવી હતી અને પોતાની ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો. ધવને માત્ર ૫૦ બોલમાં ૯ ચોક્કા અને ૪ સિક્સર સાથે ૯૦ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી જયારે કેન વિલિયમસને ૫૩ બોલમાં ૮૩ રનની કેપ્ટન ઇનિંગ્સ રમી હતી. ૮૩ રનની ઇનિંગ્સ દરમિયાન ૮ ચોક્કા અને ૨ સિક્સર ફટકારી હતી. DDની ટીમ તરફથી હર્ષલ પટેલે ૧ વિકેટ ઝડપી હતી.