Not Set/ IPL 2018 : વોટસનની આંધીમાં ઉડ્યું રાજસ્થાન, CSKએ ૬૪ રને મેળવી એકતરફી જીત

પુને, પુનેના MCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે ૬૪ રને શાનદાર વિજય મેળવ્યો છે. CSK દ્વારા આપવામાં આવેલા ૨૦૫ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સની ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૪૦ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ચેન્નઈની ટીમે ટુર્નામેન્ટમાં પોતાની ત્રીજી જીત હાંસલ […]

Uncategorized
JSKSK IPL 2018 : વોટસનની આંધીમાં ઉડ્યું રાજસ્થાન, CSKએ ૬૪ રને મેળવી એકતરફી જીત

પુને,

પુનેના MCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે ૬૪ રને શાનદાર વિજય મેળવ્યો છે. CSK દ્વારા આપવામાં આવેલા ૨૦૫ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સની ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૪૦ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ચેન્નઈની ટીમે ટુર્નામેન્ટમાં પોતાની ત્રીજી જીત હાંસલ કરી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સના શાનદાર વિજયનો હીરો ઓપનર બેટ્સમેન શેન વોટસન, સુરેશ રૈના, ઝડપી બોલર શાર્દુલ ઠાકુર અને ડ્વેન બ્રાવો રહ્યા હતા. પરંતુ કાંગારું ઓલરાઉન્ડર શેન વોટસને IPL-૧૧ની બીજી સદી નોધાવતા ૧૦૬ રન બનાવ્યા હતા અને તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરાયો હતો

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૨૦૪ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. ચેન્નઈ તરફથી ઓપનર બેટ્સમેન શેન વોટસન અને અંબતી રાયડુની જોડીએ ૫૦ રનની ભાગીદારી નોધાવી હતી. ઓપનર અંબતી રાયડુ માત્ર ૧૨ રન બનાવી આઉટ થયો હતો. બીજી બાજુ ટીમનો એક છેડો સાચવી રાખી શેન વોટસને RRના બોલરોની ચોમેર ધુલાઇ કરતા શાનદાર સદી ફટકારી હતી. વોટસને પોતાના IPL કેરિયરની ત્રીજી અને ૧૧મી સિઝનમાં બીજી સદી ફટકારતા ૧૦૬ રન બનાવ્યા હતા.

શેન વોટસન ઉપરાંત સુરેશ રૈનાએ પણ માત્ર ૨૯ બોલમાં ૪૬ રન ફટકાર્યા હતા. જયારે મેચની અંતિમ ઓવરોમાં ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ૨૪ રન બનાવ્યા હતા. RR તરફથી સ્પિન બોલર શ્રેયસ ગોપાલે સૌથી વધુ ૩ જયારે બેન લોફ્લિને ૨ વિકેટ ઝડપી હતી.

CSK દ્વારા આપવામાં આવેલા ૨૦૫ રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરેલી રાજસ્થાનની ટીમ માત્ર ૧૪૦ રનમાં જ સમેટાઈ ગઈ હતી. ૨૦૫ રનના વિશાળ ટાર્ગેટનો પીછો RRની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન કલેશન માત્ર ૭ રન બનાવી આઉટ થયો હતો જયારે કેપ્ટન અજીન્ક્ય રહાને પણ માત્ર ૧૬ રનના સ્કોરે જ પેવેલિયનમાં ભેગો થયો  હતો.

બંને ઓપનરના સસ્તામાં આઉટ થયા બાદ સંજુ સેમસન પણ માત્ર ૨ નોધાવીન દિપક ચહરનો બીજો શિકાર બન્યો હતો. જો કે ત્યારબાદ ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે ૩૭ બોલમાં ૪૫ અને જોશ બટલરે ૨૨ રન ફટકાર્યા હતા . આ સિવાય RRની ટીમનો કોઈ પ્લેયર્સ ક્રિઝ પર ટકી શક્યો ન હતો. ચેન્નઈ તરફથી ઝડપી બોલર શાર્દુલ ઠાકુર, દિપક ચહર અને સ્પિન બોલર કરણ શર્માએ અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.