Not Set/ IPL 2019: આજે પંજાબ અને હૈદરાબાદ આમને-સામને, હૈદરાબાદનું પલડુ ભારે

ઇન્ડિયન પ્રીમિયર લીગના 12માં સંસ્કરણના 22 મા મુકાબલામાં પંજાબ અને હૈદરાબાદની વચ્ચે રમાશે. પંજાબ 5 મેચમાં 3 જીત અને 2 હાર સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમાંકે છે તો હૈદરાબાદ 5 મેચમાં 3 જીત અને 2 હાર સાથે ત્રીજા ક્રમાંકે છે. બંને ટીમ વચ્ચે રમાયેલા મેચના પ્રદર્શન વિશે વાત કરીએ તો બંને ટીમ વચ્ચે 12 મેચ […]

Uncategorized
punjabvshydra IPL 2019: આજે પંજાબ અને હૈદરાબાદ આમને-સામને, હૈદરાબાદનું પલડુ ભારે

ઇન્ડિયન પ્રીમિયર લીગના 12માં સંસ્કરણના 22 મા મુકાબલામાં પંજાબ અને હૈદરાબાદની વચ્ચે રમાશે. પંજાબ 5 મેચમાં 3 જીત અને 2 હાર સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમાંકે છે તો હૈદરાબાદ 5 મેચમાં 3 જીત અને 2 હાર સાથે ત્રીજા ક્રમાંકે છે.

બંને ટીમ વચ્ચે રમાયેલા મેચના પ્રદર્શન વિશે વાત કરીએ તો બંને ટીમ વચ્ચે 12 મેચ રમાઇ છે. અહીંયા પણ હૈદરાબાદનું પલડું ભારે છે. પંજાબ માત્ર 3 મેચ જીતી શકી છ તો બીજી તરફ હૈદરાબાદ 9 મેચ જીતી ચૂકી છે. મોહાલીના બિંદ્રા સ્ટેડિયમમાં પણ પંજાબની ટીમનું નબળુ પ્રદર્શન જોવા મળ્યું છે. હૈદરાબાદ અહીંયા 4 મુકાબલા જીતી ચૂકી છે પરંતુ પંજાબ માત્ર 1 જ વાર જત્યું છે.

બંને ટીમો

કિંગ્સ ઈલેવન પંજાબઃ આર.આશ્વન(કેપ્ટન), મયંક અગ્રવાલ, અર્શદિપ સિંહ, મુરૂગન અશ્વિન, અગ્નિવેશ અયાચી, સૈમ કરન, ક્રિસ ગેઈલ, હરપ્રિત બરાર, મોએસેસ હેનરિક્સ, સરફરાઝ ખાન, મનદીપસિંહ, ડેવિડ મિલર, મુજીબ ઉર રહમાન, મોહમ્મદ શમી, કરૂણ નાયર, દર્શન નલકાંડે, નિકોલસ પૂરન(વિકેટ કિપર), કે.એલ રાહુલ, અંકિત રાજપૂત, સિમરન સિંહ, એન્ડ્રુ ટૉય, વરૂણ ચક્રવર્તી, હાર્ડુસ વિલજોએન.

સનરાઈઝર્સ હૈદરાબાદઃ ભુવનેશ્વર કુમાર(કેપ્ટન), ડેવિડ વોર્નર, અભિષેક શર્મા, જોની બેયર્સ્ટો, ખલીલ અહમદ, રિકી ભુઈ, બાસિલ થમ્પી, શ્રીવત્સ ગોસ્વામી, માર્ટિન ગુપ્ટિલ, દીપક હૂડા, સિદ્ધાર્થ કૌલ, મોહમ્મદ નબી, શહબાજ નદીમ, ટી.નટરાજન, મનીષ પાંડે, યૂસુફ પઠાણ, રાશિદ ખાન, રિદ્ધિમાન શાહા, સંદીપ શર્મા, વિજય શંકર, શાકિબ અલ હસન અને બિલી સ્ટેનલેક.

આઇપીએલ-12 પોઇન્ટ ટેબલ

 

રેન્ક ટીમ મેચ જીત હાર પોઈન્ટ
1 કોલકાતા નાઈટ રાઈડર્સ 5 4 1 8
2 ચેન્નાઈ સુપરકિંગ્સ 5 4 1 8
3 સનરાઈઝર્સ હૈદરાબાદ 4 3 1 6
4 મુંબઈ ઈન્ડિયન્સ 5 3 2 6
5 દિલ્હી કેપિટલ્સ 6 3 3 6
6 કિંગ્સ ઈલેવન પંજાબ 5 3 2 6
7 રાજસ્થાન રોયલ્સ 5 1 4 2
8 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 6 0 6 0