શિખર ધવનની 97 રનની તોફાની બેટિંગના સહારે દિલ્હીએ શુક્રવારે રમાયેલી આઇપીએલ 12ની 26મી મેચમાં કોલકાતાને 7 વિકેટથી મ્હાત આપીને ચોથી જીત નોંધાવી હતી. આ જીતની સાથે જ દિલ્હી પોઇન્ટ ટેબલમાં 8 અંકો સાથે ચોથા સ્થાન પર પહોંચી ચૂકી છે. જ્યારે કોલકાતાની સતત બીજી હાર છે. જો કે હાર છતાં તે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર અકબંધ છે.
🤝🤝@DelhiCapitals win at the Eden Gardens 🙌 pic.twitter.com/e9syK6c6xM
— IndianPremierLeague (@IPL) April 12, 2019
ટોસ હારીને પહેલા મેદાને ઉતરેલી કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દિલ્હીએ 3 વિકેટ ગુમાવીને 7 બોલ બાકી હતા ત્યારે જ મેચમાં વિજય હાંસલ કર્યો હતો. દિલ્હી તરફથી ધવન સાથે ભાગીદારી કરનાર ઋષભ પંતે 46 રનની શાનદાર પારી રમી હતી. ધવને 63 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 97 રનની તોફાની બેટિંગ કરી હતી. ધવનની ધુઆંધાર બેટિંગ માટે તેને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.
Shikhar Dhawan is awarded the Man of the Match for his match winning knock of 97* 🙌👏 pic.twitter.com/vDh2y9j487
— IndianPremierLeague (@IPL) April 12, 2019
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમે પૃથ્વી શોની વિકેટ ગુમાવી હતી. પહેલી વિકેટ માટે શો અન ધવન વચ્ચે 32 રનની ભાગીદારી થઇ હતી.
પૃથ્વી શોની વિકેટ બાદ સૂકાની શ્રેય્યસ અય્યર માત્ર 6 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા. ત્યારબાદ ધવને પંત સાથે મળીને ભાગીદારી બનાવીને પારીને આગળ વધારી અને સ્કોરને 160ને પાર પહોંચાડ્યો હતો. પરંતુ 17.1 ઓવરમાં નીતિશ રાણાએ પંતને કુલદીપ યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પંતે 31 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાના સહારે 46 રન બનાવ્યા હતા. પંતે ત્રીજી વિકેટ માટે ધવન સાથ 105 રનની શતકીય ભાગીદારી નોંધાવી હતી.
ટોસ હારીને પહેલી બેટિંગ કરનાર કોલકાતાની ટીમે યુવા બેટ્સમેન શુભમન ગિલના તોફાની 65 રન અને આ વખતની આઇપીએલ સિઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહેલા રસેલની 45 રનની વિસ્ફોટક બેટિંગની મદદથી 20 ઓવરમાં દિલ્હીની ટીમ સામે 179 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
બંને ટીમ
કોલકાતાની ટીમ: જોઈ ડેનલી, રોબિન ઉથપ્પા, નીતીશ રાણા, દિનેશ કાર્તિક(કેપ્ટ્ન/વિકેટકીપર), શુભમન ગિલ, આન્દ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન અને પ્રસિદ્ધ કૃષ્ણ
દિલ્હીની ટીમ: શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ ઐયર (કેપ્ટ્ન), ઋષભ પંત(વિકેટકીપર), કોલીન ઇન્ગ્રામ, ક્રિસ મોરિસ, કિમો પોલ, કગીસૉ રબાડા, ઇશાંત શર્મા, અક્ષર પટેલ અને રાહુલ તેવટિયા
