આઈપીએલ 2020 આ વખતે યુએઈમાં યોજાશે અને તેની તારીખોની જાહેરાત બીસીસીઆઈ દ્વારા કરવામાં આવી છે. તેની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરનાં રોજ થશે અને ફાઈનલ 10 નવેમ્બરનાં રોજ રમાશે. જો કે, આ બે મહિનાનાં અંતરાલમાં કેટલાક દેશો વચ્ચે શ્રેણી રમાવાની હતી. તેથી, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેટલાક ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લઈ શકશે નહીં. આ આઈપીએલની મજા બગાડી શકે છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ ટી-20 મેચની શ્રેણી પણ યોજાવાની હતી, જે હવે મુલતવી રાખવામાં આવી છે.
આ સાથે હવે આ બંને દેશોનાં ખેલાડીઓ આઈપીએલમાં રમવા માટે યુએઈ પહોંચી શકશે. આઈપીએલમાં ભારત સિવાય ફક્ત ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝનાં ખેલાડીઓનું વિશેષ વર્ચસ્વ છે. વળી, ઘણા ઓસ્ટ્રેલિયન અને વેસ્ટ ઇન્ડીઝનાં ખેલાડીઓ પણ આઈપીએલ ટીમોનાં મુખ્ય ખેલાડીઓ છે. આનાથી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ આઈપીએલમાં રમી શકશે તેવી સંભાવનાનો વધી ગઇ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે કહ્યું હતું કે, તેણે ઓક્ટોબરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીને મુલતવી રાખેલ છે. ટી-20 મેચ 4, 6 અને 9 ઓક્ટોબરે ટાઉન્સવિલે, કેર્ન્સ અને ગોલ્ડ કોસ્ટમાં યોજાવાની હતી. આ શ્રેણી ટી-20 વર્લ્ડ કપની તૈયારી માટે કરવામાં આવી રહી હતી, પરંતુ આ ટી-20 વર્લ્ડ કપ લાંબા મહિનાની કવાયત પછી આરોગ્ય સંકટને કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો.
આ પછી, બંને દેશોનાં બોર્ડ દ્વારા ટી-20 સિરીઝ પણ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટ્વિટ કર્યું છે, વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટની સાથે મળીને, અમે ટી-20 સિરીઝ કે જે ક્વિન્સલેન્ડમાં ઓક્ટોબરમાં યોજાવાની હતી તે મુલતવી રાખવાની સંમતિ આપી હતી. બોર્ડે કહ્યું કે, આ શ્રેણી આઇસીસી ટી-20 વર્લ્ડ કપ માટેની તૈયારીની શ્રેણી હતી અને હવે તે 2021 કે 2022 માં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ પહેલા યોજાશે. બંને દેશોનાં ટોચનાં ખેલાડીઓ હવે વિશ્વનાં સૌથી મોટા લીગ આઈપીએલ 2020 માં ભાગ લેશે, જે યુએઈમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યોજાશે. ઝિમ્બાબ્વે સામેની ઓસ્ટ્રેલિયાની વન ડે આંતરરાષ્ટ્રીય શ્રેણી પણ મોકૂફ રાખવામાં આવી હતી, જે રવિવારથી શરૂ થવાની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
