Not Set/ દુનિયાની સૌથી મોંઘી કારનો માલિક બન્યો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કિંમત જાણી ચોંકી જશો

  આપણે ઘણીવાર સપનામાં જોતા હોઇએ છીએ કે કાશ આપણી પાસે દુનિયાની લૌથી મોંઘી કાર હોય, કાશ આપણે એટલા ધનિક થઇ જઇએ કે આપણે તેને મેળવી દુનિયાને બતાવી શકીએ કે હા આ કાર, કે જે દુનિયાની સૌથી મોંઘી કાર છે, જે  આજે મારી પાસે છે. પરંતુ જેવા ઉઠી જઇએ કે સપનુ તૂટી જાય છે. પરંતુ […]

Sports
 

આપણે ઘણીવાર સપનામાં જોતા હોઇએ છીએ કે કાશ આપણી પાસે દુનિયાની લૌથી મોંઘી કાર હોય, કાશ આપણે એટલા ધનિક થઇ જઇએ કે આપણે તેને મેળવી દુનિયાને બતાવી શકીએ કે હા આ કાર, કે જે દુનિયાની સૌથી મોંઘી કાર છે, જે  આજે મારી પાસે છે. પરંતુ જેવા ઉઠી જઇએ કે સપનુ તૂટી જાય છે. પરંતુ આ મામલે ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ખૂબ લકી છે. તેણે હા વાતને હકીકત કરીને બતાવ્યુ છે.

આજે મૂવી સ્ટાર હોય કે સ્પોર્ટસમેન, દુનિયાની બધી મોટી હસ્તીઓ મોંઘી કાર ચલાવવાના શોખીન હોય છે અને જો તમે વિશ્વનાં સૌથી ધનિક ફૂટબોલરમાંના એક છો, તો આ શોખ એક ઉંચાઇ સુધી પહોંચી ગયો હોય છે. અમે વાત કરી રહ્યા છીએ વિશ્વનાં શ્રેષ્ઠ ફૂટબોલર, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશે કે જેણે દુનિયાની સૌથી મોંઘી કાર ખરીદી લીધી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલમાં જુવેન્ટસ ક્લબ તરફથી રમે છે અને તાજેતરમાં જ તેની ક્લબને 36 મી સિરીઝ એ ચેમ્પિયનશિપ જીતવામાં મદદ કરી છે. આ પ્રસંગે, તેણે પોતાના માટે વિશ્વની સૌથી મોંઘી કાર ખરીદી છે, જેના ફક્ત 10 યુનિટ્સ બનાવવામાં આવ્યા છે.

મીડિયા સૂત્રોનાં જણાવ્યા અનુસાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બુગાટી સંટોડીએચચી કાર ખરીદી છે, જેની કિંમત £ 8.5 મિલિયન (લગભગ 83 કરોડ રૂપિયા) છે. રોનાલ્ડો પાસે પહેલેથી જ ત્રણ બુગાટી કાર, ચિરોન, વેયરાન, લા વોઇતુર નોઇર છે. બુગાટી સંટોડીએચચી વિશે વાત કરીએ તો, તે ચિરોન પર આધારિત છે અને મર્યાદિત એડિશન મોડેલ છે. આ સુપરકારમાં 8 લિટર ડબલ્યુ 16 એન્જિન લગાવવામાં આવેલ છે, જે 1600 એચપી પાવર પ્રદાન કરે છે, આ કાર માત્ર 2.3 સેકંડમાં 100 કિ.મી./કલાકની ગતિ પ્રાપ્ત કરે છે.

કંપનીનો દાવો છે કે, બુગાટી સેંટોડીએચચી મહત્તમ ગતિ 380 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવી છે. કંપની આ કાર આવતા વર્ષે રોનાલ્ડોને સોંપાશે. રોનાલ્ડો પાસે પહેલાથી જ અબજોની કાર છે, આ વર્ષે ફેબ્રુઆરીમાં તેને ભેટ તરીકે મર્સિડીઝ જી વૈગન પણ મળી હતી. સેંટોડીએચચીનો અર્થ ઇટાલિયનમાં 110 છે, કંપની તેની 110 મી વર્ષગાંઠની ઉજવણી કરવા ઇબી 110 સુપરકાર લઇને આવી હતી. તેને સફેદ અને કાળા રંગમાં રાખવામાં આવેલ છે અને બધી રીતે ખૂબ જ આક્રમક ડિઝાઇન આપવામાં આવી છે જે તેને ખરેખર સુપરકાર બનાવે છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાસે રોલ્સ રોયસ ફેન્ટમ, લેમ્બોર્ગિની અવેંતાદોર, ફેરારી એફ 430, માસેરતી ગ્રેનકૈબ્રીઓ અને બેન્ટલી કોંટિનેંટલ જીટીસી પણ છે. થોડા સમય પહેલા, તેણે મેકલેરેન સિએનાને પણ તેના કાર કલેક્શનમાં સામેલ કરી છે. આ સુપરકારનાં ફક્ત 500 યુનિટ્સ જ બનાવવામાં આવ્યા છે. તેનું નામ સુપ્રસિદ્ધ એફ 1 ડ્રાઇવર આર્ટન સિએના પરથી લેવામાં આવ્યું છે. ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનાં કાર કલેક્શનની કિંમત 2 અબજથી વધુ હોવાનો અંદાજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.