મહાન ટેસ્ટ બેટ્સમેન સર ડોન બ્રેડમેનની ડેબ્યૂ ટેસ્ટ કેપની હરાજી કરવામાં આવી હતી અને એક ઓસ્ટ્રેલિયન ઉધોગપતિ વ્યકિતએ તેને ખૂબ ઉંચી કિંમતે ખરીદી છે. ઉદ્યોગપતિએ આ કેપને આખા ઓસ્ટ્રેલિયામાં ફેરવવાની યોજના બનાવી છે.
વિશ્વના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેને 20 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 52 મેચ રમી હતી. 1928 થી 1948 દરમિયાન, તેણે મેદાન પર પોતાની બેટિંગનું કૌવત બતાવ્યું હતું. અને તે વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર ગણાય છે. હવે બ્રેડમેને ડેબ્યૂ ટેસ્ટ કેપ, એટલે કે તેમને પ્રથમ ટેસ્ટ મેચમાં પહેરેલી બેગી ગ્રીન કેપની હરાજી કરવામાં આવી છે. આ કેપ ઓસ્ટ્રેલિયાના એક બિઝનેસમેન દ્વારા 4 લાખ 50 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ 2.51 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.
આખા ઓસ્ટ્રેલીયામાં ફેરવવાની યોજના
આ કેપને ક્રિકેટ સંસ્મરણોની હરાજીમાં બીજી સૌથી વધુ કિંમત મળી છે. આ કેપ ખરીદ્યા પછી, રોડ માઇક્રોફોન્સના સ્થાપક, પીટર ફ્રીડમેં એટલે કે આ ટોપીના ખરીદરે તેને આખા ઓસ્ટ્રેલીયામાં ફેરવવાની યોજના બનાવી છે. આ ટોપી 1928 માં તેની પ્રથમ ટેસ્ટ મેચમાં બ્રેડમેને પહેરી હતી. હરાજીના અધિકારીઓના જણાવ્યા અનુસાર ક્રિકેટને લગતી કોઈપણ બાબતમાં સૌથી મોટી રકમ ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર શેન વોર્નની ટેસ્ટ કેપ હતી. આ વર્ષે શેનની ટેસ્ટ કેપ 10 લાખ સાત હજાર પાંચસો ઓસ્ટ્રેલિયન ડોલર અથવા લગભગ 5.61 કરોડ રૂપિયામાં વેચાઇ હતી.
બ્રેડમેનને નાઈટહૂડનો ખિતાબ મળ્યો હતો
બ્રેડમેનને 1949 માં ટેસ્ટ ક્રિકેટમાં લગભગ 100 ની સરેરાશથી રન બનાવતા નાઈટહૂડનો ખિતાબ મળ્યો હતો. ટેસ્ટમાં તેની સરેરાશ 99.94 હતી જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ કેપ ખરીદ્યા બાદ બિઝનેસમેન પીટર ફ્રીડમેને કહ્યું કે સર ડોન બ્રેડમેન આપણા દેશના મહાન ખેલાડી છે. તે ક્રિકેટના મેદાનનો સૌથી પ્રતિભાશાળી ખેલાડી હતો અને સાથે સાથે તે વિશ્વના સર્વાધિક મહાન ખેલાડીઓમાંનો હતો. આ બેગી ગ્રીન કેપ માટેની મારી કેટલીક યોજના છે અને ક્રિકેટ ચાહકો તેને દેશભરની યાત્રા દરમિયાન જોઈ શકશે. બ્રિડબેનમાં ટેસ્ટ ડેબ્યૂ પહેલા નવેમ્બર 1928 માં બ્રેડમેનને ઇંગ્લેન્ડ સામે આ ટેસ્ટ કેપ આપવામાં આવી હતી. પાછળથી તેણે 1959 માં તેના કુટુંબના મિત્ર પીટર ડનહમને તે ભેટ આપી.
Disa / જીરેનિયમથી જલસા..!! આવો જાણીએ શું છે આ નવી જાતની ખેતી……
Jamnagar / ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંકની ચુંટણીમાં ધારાસભ્ય રાઘવજી પટેલ…
Covid-19 / યુકેથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં ચાર પેસેન્જરનો કોરોના રિપોર્ટ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
