કેએલ રાહુલની તોફાની સદીની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે એકતરફી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 97 રનથી પરાજય આપ્યો છે. એક રીતે, આ મેચ કેએલ રાહુલ વિરુદ્ધ આરસીબી હોય તેવુ પ્રતિત થયુ હતુ. રાહુલે મેચમાં જેટલા રન બનાવ્યા (132) બનાવ્યા, આરસીબીની પૂરી ટીમ તેટલા રન બનાવી ન શકી.
આ સીઝનમાં કિંગ્સ ઇલેવનની આ ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત છે અને આરસીબીનો પ્રથમ પરાજય. આરસીબીએ પ્રથમ મેચમાં સનરાઇઝર્સને હરાવ્યુ હતુ. આરસીબીની ટીમને 207 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને એરોન ફિંચ જેવા સ્ટાર બેટ્સમેનની હાજરી સાથે, ક્રિકેટ પ્રેમીઓ જબરદસ્ત મુકાબલાની અપેક્ષા રાખતા હતા પરંતુ નિરાશાજનક પ્રદર્શનમાં, વિરાટની ટીમ 100 રન સુધી પહોંચે તે પહેલા સાત વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ 1 રન, ડી વિલિયર્સ 28 રન અને ફિંચ 20 રન બનાવી શક્યો હતો. આરસીબી તરફથી 30 રન બનાવનાર વોશિંગ્ટન સુંદર ટોપ પર રહ્યો હતો. કિંગ્સ ઇલેવનનાં રિસ્ટ સ્પિનર રવિ બિશ્નોઇ અને મુરુગન અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી. શેલ્ડન કોટરેલે બે વિકેટ લીધી હતી. રાહુલને તેની શાનદાર સદી માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
જણાવી દઇએ કે, આરસીબીનાં કેપ્ટન વિરાટ કોહલીએ દુબઈનાં દુબઇ ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ પસંદ કરી હતી, પરંતુ રાહુલની બેટિંગને કારણે તેના બોલરો અને ફિલ્ડરો પૂરા સમયમાં મેદાનમાં સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. પંજાબે પોતાની ઇનિંગ્સમાં ત્રણ વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. રાહુલ અને મયંકની જોડીએ પ્રથમ વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. આ પછી, પંજાબની સમગ્ર ઇનિંગ્સ તેના કેપ્ટન રાહુલની આસપાસ કેન્દ્રિત રહી હતી. તમામ આરસીબી બોલરો મોંઘા સાબિત થયા હતા. રાહુલે છેલ્લી ક્ષણોમાં ડેલ સ્ટેનની ઓવરમાં 26 રન ફટકાર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
