Not Set/ IPLના 1 દિવસ પહેલા વિવાદ! RRએ સોશિયલ મીડિયા ટીમ બદલવાની કરી જાહેરાત,જાણો કેમ ?

IPL 2022ની શરૂઆત પહેલા જ રાજસ્થાન રોયલ્સ (RR) કેમ્પમાં વિવાદ ઉભો થયો છે. હવે ફ્રેન્ચાઇઝીએ સત્તાવાર નિવેદન જારી કરીને તેની સોશિયલ મીડિયા ટીમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

Sports

IPL 2022ની શરૂઆત પહેલા જ રાજસ્થાન રોયલ્સ (RR) કેમ્પમાં વિવાદ ઉભો થયો છે. હવે ફ્રેન્ચાઇઝીએ સત્તાવાર નિવેદન જારી કરીને તેની સોશિયલ મીડિયા ટીમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.  IPL 2022 શરૂ થવામાં હવે માત્ર થોડા જ કલાકો બાકી છે. આ સિઝનની શરૂઆત 26 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચથી થવાની છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં વિવાદ ઉભો થયો છે.

વાસ્તવમાં, રાજસ્થાન રોયલ્સ ના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તેના કેપ્ટન સંજુ સેમસન વિશે એક મીમ પોસ્ટ કરવામાં આવી હતી. કેપ્ટન સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ મેમ પસંદ ન આવ્યું અને તેણે એક ટ્વિટમાં ટીમને પ્રોફેશનલ વલણ અપનાવવાની સલાહ આપી.

https://twitter.com/IamSanjuSamson/status/1507303756341334016?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1507303756341334016%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fsports%2Fipl-2022%2Fstory%2Fipl-2022-rajasthan-royals-statement-on-sanju-samson-funny-memes-saga-tspo-1434865-2022-03-25

જોકે, બાદમાં રાજસ્થાન રોયલ્સે પણ તેને કાઢી નાખ્યું હતું. આ સમગ્ર વિવાદ બાદ રાજસ્થાન રોયલ્સે સત્તાવાર નિવેદન જારી કરીને પોતાની સોશિયલ મીડિયા ટીમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

નવી ટીમની નિમણૂક

રાજસ્થાન રોયલ્સે લખ્યું, ‘આજની ​​ઘટનાને ધ્યાનમાં રાખીને અમે અમારી સોશિયલ મીડિયા ટીમ અને વલણ બદલવાનો નિર્ણય લીધો છે. ટીમમાં બધુ બરાબર છે અને ટીમ સનરાઇઝર્સ સામેની પ્રથમ મેચ માટે તૈયાર છે. મેનેજમેન્ટ અમારી સમગ્ર ડિજિટલ વ્યૂહરચના પર ફરીથી વિચાર કરશે અને નવી ટીમની નિમણૂક કરવામાં આવશે. અમે જાણીએ છીએ કે આ IPL સિઝન છે અને ચાહકો ઈચ્છે છે કે એકાઉન્ટમાંથી પોસ્ટ નિયમિતપણે અપડેટ કરવામાં આવે. અમે વચગાળાના કામચલાઉ ઉકેલની શોધમાં છીએ.

RR Statement

રાજસ્થાન રોયલ્સે હરાજી પહેલા સંજુ સેમસન સહિત ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા હતા. ત્યારબાદ હરાજીમાં ટીમે શિમરોન હેટમાયર, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ અને રવિચંદ્રન અશ્વિન જેવા મોટા સ્ટાર્સને જોડ્યા. ટીમના સપોર્ટ સ્ટાફમાં કુમાર સંગાકારા, લસિથ મલિંગા જેવા દિગ્ગજ ખેલાડીઓ હાજર છે.

રાજસ્થાન રોયલ્સ 29 માર્ચે પુણેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે. રાજસ્થાન રોયલ્સે 2008માં શેન વોર્નના નેતૃત્વમાં આ ખિતાબ જીત્યો હતો, પરંતુ તે પછી તેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. હવે ચાહકો આ સિઝનમાં તેમની ટીમ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખી રહ્યા છે.

National / ભારત પર આ મોટું સંકટ, શ્રીલંકાની આર્થિક કટોકટીએ વધાર્યું ટેન્શન 

અમૃતસર / રોડ રેજ કેસમાં નવજોત સિદ્ધુ નું વધ્યું ટેન્શન, સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો અને આદેશ સુરક્ષિત રાખ્યો