Not Set/ #IPL2020/ પૃથ્વી-રબાડાની સામે ચેન્નઈ ચિત્ત, સતત બીજા વિજય સાથે દિલ્હી ટોચ પર

આઈપીએલ 2020 જીતવાની ખેવના રાખનારી ચેન્નાઇને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ગત વર્ષની રનર્સઅપ સીએસકેને શુક્રવારે એક તરફી મેચમાં દિલ્હી કેપિટલ્સએ કરારો પરાજય આપ્યો. દુબઈમાં રમાયેલી મેચમાં ચેન્નાઈના બેટ્સમેએ ફરી નિરાશ કર્યા હતા. તે જ સમયે, શ્રેયસ ઐયરની કપ્તાની હેઠળ દિલ્હીએ સતત બીજી જીત મેળવીને ટોચનું સ્થાન મેળવ્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ […]

Uncategorized
98dcaadd8a25523ce491f07fa438b6d4 1 #IPL2020/ પૃથ્વી-રબાડાની સામે ચેન્નઈ ચિત્ત, સતત બીજા વિજય સાથે દિલ્હી ટોચ પર

આઈપીએલ 2020 જીતવાની ખેવના રાખનારી ચેન્નાઇને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ગત વર્ષની રનર્સઅપ સીએસકેને શુક્રવારે એક તરફી મેચમાં દિલ્હી કેપિટલ્સએ કરારો પરાજય આપ્યો. દુબઈમાં રમાયેલી મેચમાં ચેન્નાઈના બેટ્સમેએ ફરી નિરાશ કર્યા હતા. તે જ સમયે, શ્રેયસ ઐયરની કપ્તાની હેઠળ દિલ્હીએ સતત બીજી જીત મેળવીને ટોચનું સ્થાન મેળવ્યું છે.

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને મેચ હારી હતી. આ તેની સતત બીજી હાર છે. ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શુક્રવારે દિલ્હીએ પહેલા બેટીંગ કરતા ચેન્નાઈને 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ચેન્નાઈ 7 વિકેટે 131 રન બનાવી શક્યુ હતુ અને 44 રનથી હાર્યુ હતુ. ફોફ ડુ પ્લેસીસે સૌથી વધુ 43 રન બનાવ્યા.

ચેન્નઈની ત્રણ મેચમાં બીજી હાર છે. આ પહેલા તેને રાજસ્થાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે દિલ્હી તેની સતત બીજી મેચ જીત્યું છે. ચેન્નઈએ છેલ્લી બે ઓવરમાં 54 રન બનાવવાના હતા. ધોની (15 રન, 12 બોલ, બે ચોગ્ગા) અને રવિન્દ્ર જાડેજા (12 રન, 9 બોલ, એક ફોર) ક્રિઝ પર હતા. નોર્ટેજે (2/21) ની 19 મી ઓવરમાં છ રન આપ્યા હતા. અંતિમ ઓવરમાં 48 રન બનાવવાના હતા અને મેચ હાથની બહાર સરી ગઈ હતી. રબાડા (3/26)નાં ત્રીજા બોલ પર ધોનીએ અને છેલ્લા બોલ પર જાડેજાને કેચ આપી બેઠો હતો. અંતિમ ઓવરમાં રબાડાએ ચાર રન આપ્યા હતા અને બે વિકેટ લીધી હતી. દિલ્હી તરફથી કાગીસો રબાડા ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે ડુપ્લેસીસ, ધોની અને જાડેજાની ત્રણે મોટી વિકેટ લીધી હતી.

પહેલી પારીમાં દિલ્હીના ઓપનર પૃથ્વી શોએ 43 બોલમાં 64 રનની ઇનિંગ્સ ફટકારી હતી જેમાં નવ ચોગ્ગા અને એક છગ્ગા સામેલ હતા. તેમજ પ્રથમ વિકેટ પર શિખર ધવન (35) સાથે 94 રનની ભાગીદારી નોંધાવી હતી. તેના પ્રદર્શનની મદદથી દિલ્હીની ટીમ 3 વિકેટે 175 રન બનાવી શકી હતી. જોકે, ટીમે પાવરપ્લેની પહેલી છ ઓવરમાં 36 રન બનાવ્યા હતા, પરંતુ પછીની ચાર ઓવરમાં 52૨ રન થયા હતા. ટીમે દસ ઓવરમાં 88 રન બનાવ્યા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews