international news/ નેતન્યાહૂની ઈરાન પર હુમલાની તૈયારી? મોસાદ ચીફ અમેરિકા પહોંચ્યા

ઇઝરાયલના કાર્યકારી PM નેતન્યાહૂ ઈરાન પર હુમલા (Iran Israel Conflict) માટે ટ્રમ્પને મનાવવાના પ્રયાસમાં હોવાના અહેવાલ. મોસાદ ચીફની અમેરિકા મુલાકાતથી રાજકીય ચર્ચા તેજ.

Top Stories World Breaking News
Iran Israel Conflict: નેતન્યાહૂએ ટ્રમ્પને મનાવવા મોસાદ ચીફ મોકલ્યા

International News: ઇઝરાયલના કાર્યકારી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઈરાન પર (Iran Israel Conflict) ફરીથી સૈન્ય કાર્યવાહી કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મનાવવાના પ્રયાસ કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ માટે તેમણે ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના વડા રોમન ગોફમેનને અમેરિકા મોકલ્યા છે. અહેવાલ મુજબ, ગોફમેન શુક્રવારે વોશિંગ્ટન પહોંચ્યા (Mossad Chief US Visit) હતા. તેઓ અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAના વડા જોન રેટક્લિફ સાથે મુલાકાત કરવાના છે. ત્યારબાદ તેઓ મિયામી જઈને ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફને પણ મળી શકે છે.

અહેવાલ મુજબ, નેતન્યાહૂ છેલ્લા કેટલાક દિવસથી ટ્રમ્પને દરરોજ ફોન કરી રહ્યા છે. 5 નવેમ્બરે પણ બંને નેતાઓ વચ્ચે ઈરાન મુદ્દે વાતચીત થઈ હતી. જોકે, અહેવાલો અનુસાર ટ્રમ્પ હાલ નેતન્યાહૂની ઈરાન પર મોટા સૈન્ય હુમલાની (Iran Attack) માગ સાથે સહમત નથી.

Iran Israel Conflict: અમેરિકા હાલ સૈન્ય હુમલાને બદલે આર્થિક દબાણ વધારશે

ટ્રમ્પ વહીવટીતંત્ર હાલ ઈરાન સામે સીધી મોટી સૈન્ય કાર્યવાહી કરવાને બદલે આર્થિક દબાણ વધારવા અને દરિયાઈ નાકાબંધી ચાલુ રાખવાની વ્યૂહરચના અપનાવી રહ્યું છે. આ અભિગમને સાઉદી અરેબિયા, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા ખાડી દેશોનું પણ સમર્થન હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે અમેરિકા ઈરાન વિરુદ્ધની કાર્યવાહી (Donald Trump Iran Policy) રોકી શકે છે, પરંતુ જે દેશોની સુરક્ષા માટે અમેરિકા કામ કરી રહ્યું છે, તેમની સલાહને ધ્યાનમાં રાખીને હાલની સ્થિતિ જાળવી રાખવામાં આવી રહી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, સાઉદી અરેબિયાએ તેમને થોડો સમય રાહ જોવાની સલાહ આપી છે. તેનું માનવું છે કે ઈરાન હાલ નબળું પડી રહ્યું છે. કતાર, કુવૈત, UAE અને બહેરીન પણ અમેરિકાને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા ઈચ્છે છે.

ઇઝરાયલના વિપક્ષને આશંકા, સત્તા જાળવવા યુદ્ધનો સહારો લેવાઈ શકે

ઇઝરાયલમાં 27 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણી બાદ નેતન્યાહૂની પાર્ટી સંસદમાં બહુમતી ગુમાવી ચૂકી હોવાના અહેવાલો છે. વિપક્ષના નેતા ગાદી આઇઝનકોટને નવી સરકાર બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, તેઓ સરકાર રચવામાં સફળ થશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

આ રાજકીય સ્થિતિ વચ્ચે વિપક્ષી નેતાઓને આશંકા છે કે નેતન્યાહૂ ઈરાન પર હુમલો કરી શકે છે અથવા ઈરાનને ઇઝરાયલ પર હુમલો કરવા માટે ઉશ્કેરી શકે છે. વિપક્ષનો દાવો છે કે આવી સ્થિતિ ઊભી કરીને તેઓ નવી સરકાર બનાવવાની પ્રક્રિયાને મુશ્કેલ બનાવી શકે છે. જો આઇઝનકોટ સરકાર રચવામાં સફળ રહેશે તો નેતન્યાહૂનું સત્તા પરનું શાસન સમાપ્ત થઈ શકે છે.

ગુરુવારે નેતન્યાહૂ અને આઇઝનકોટ વચ્ચે લગભગ બે કલાક બેઠક થઈ હતી. આ દરમિયાન તેમને ઈરાનની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. આઇઝનકોટનું માનવું છે કે હાલ ઈરાન સામે તાત્કાલિક સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર નથી.

કાર્યકારી સરકાર પાસે પણ સૈન્ય કાર્યવાહી કરવાની સત્તા

ઇઝરાયલના કાયદા મુજબ, કાર્યકારી સરકાર પાસે સામાન્ય સરકાર જેવી જ સત્તાઓ હોય છે. જોકે, ઇઝરાયલની સુપ્રીમ કોર્ટે અગાઉ જણાવ્યું છે કે સત્તા છોડવાની તૈયારીમાં રહેલી સરકારે એવા મોટા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ, જેને પાછળથી બદલી શકાય નહીં. તેમ છતાં ઇઝરાયલની કાર્યકારી સરકારો (Iran Israel Conflict) ભૂતકાળમાં સૈન્ય કાર્યવાહી કરી ચૂકી છે.

મે 2021માં નેતન્યાહૂની સરકાર દરમિયાન ગાઝામાં 11 દિવસનું સૈન્ય અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી એવા સમયે થઈ હતી જ્યારે ચૂંટણી બાદ સરકાર રચવા માટે રાજકીય વાટાઘાટો ચાલી રહી હતી. આ હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 260 પેલેસ્ટિનિયનો અને ઇઝરાયલમાં 13 લોકોનાં મોત થયાં હતાં.

આ કાર્યવાહી છતાં નેતન્યાહૂ સત્તામાં પાછા ફરી શક્યા નહોતા. તેના પછીના મહિને નફ્તાલી બેનેટ અને યાયર લેપિડના નેતૃત્વમાં નવી સરકાર બની હતી અને નેતન્યાહૂનો 12 વર્ષનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂરો થયો હતો. આ ઉપરાંત, ઇઝરાયલના ભૂતપૂર્વ વડાપ્રધાન એહુદ ઓલમર્ટ અને યાયર લેપિડ પણ કાર્યકારી સરકાર દરમિયાન ગાઝામાં સૈન્ય કાર્યવાહી (Israel Political Crisis) કરી ચૂક્યા છે. ઓલમર્ટના કાર્યકાળ દરમિયાન 2008માં થયેલા હુમલામાં આશરે 1,400 પેલેસ્ટિનિયનોનાં મોત થયાં હતાં.

સેનાને ઈરાન પર હુમલાની તૈયારીઓ વધારવા સૂચના

ઇઝરાયલની સરકારી ચેનલના અહેવાલ મુજબ, 11 નવેમ્બરે નેતન્યાહૂની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા કેબિનેટની બેઠકમાં સેનાને ઈરાન પર સંભવિત હુમલાની તૈયારીઓ ઝડપી બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

ચેનલે એક અમેરિકી સૈન્ય અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે વોશિંગ્ટને ઇઝરાયલને સંભવિત ટકરાવ માટે તૈયાર રહેવા કહ્યું છે. જોકે, અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે અલ જઝીરાને જણાવ્યું હતું કે આવી વાતો માત્ર અટકળો છે.

બીજી તરફ, ઇઝરાયલની ચેનલના અહેવાલ મુજબ, ઇઝરાયલી સૈન્ય અધિકારીઓનું માનવું છે કે ઈરાન પર તાત્કાલિક હુમલો કરવાની જરૂર નથી. 11 નવેમ્બરની બેઠકમાં (Iran Israel Conflict) આ અભિપ્રાય નેતન્યાહૂ અને નવી સરકાર બનાવવાની જવાબદારી સંભાળી રહેલા વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટ સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો: નેતન્યાહૂને સત્તાથી હટાવવાની તૈયારી? આઇઝનકોટના બિલથી ઇઝરાયલમાં રાજકીય તોફાન

આ પણ વાંચો: નેતન્યાહૂની ખુરશી પર ખતરો! સત્તા બચાવવા વિપક્ષ સાથે ગઠબંધનની તૈયારી

આ પણ વાંચો: ઇઝરાયલમાં સરકાર રચવા ખેંચતાણ, નેતન્યાહૂ સાથે નહીં બેસે લિબરમેન