Ahmedabad News : શહેરના હાટકેશ્વર બ્રિજ બંધ થવાના કારણે આ વિસ્તારોના રહિશો અને વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આ મામલે મનપા ટૂંક સમયમાં કામગીરી શરૂ કરશે. જેમાં બ્રિજને નવેસરથી બનાવવાની કામગીરી કરવામાં આવશે. હાટકેશ્વર બ્રિજને લઇ મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. જેમાં ટૂંક સમયમાં હાટકેશ્વર બ્રિજ તોડીને બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી જણાવ્યું હતુ તથા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં તેમ પણ તેઓએ કહ્યું હતું.
તેઓએ જણાવ્યુ હતુ કે હાટકેશ્વર બ્રિજ બાબતે રાજસ્થાનની કંપની તૈયાર થઈ છે. ત્રણ ટેન્ડર રદ થયા બાદ હવે રાજસ્થાની કોન્ટ્રાકટર આ બ્રિજ બનાવવા માટે કવોલીફાઈ થયો હોવાનું તેઓએ જણાવ્યુ હતું. ઉપરાંત ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે અને 10 દિવસ બાદ હાટકેશ્વર બ્રિજ તોડી ને બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અજય ઇન્ફ્રા દ્વારા બ્રિજમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. જેનો ભોગ શહેરના લોકો બન્યા છે. ત્યારે હવે ગુજરાતના કોન્ટ્રાકટર બ્રિજ બનાવવા ન મળતા આખરે રાજસ્થાનની કોન્ટ્રાકટર બ્રિજ બનાવશે.
આ પણ વાંચો:આગામી 5 દિવસ ઉત્તર ગુજરાતને વરસાદથી રહેવું પડશે સાવધાન!
આ પણ વાંચો:ગુજરાતમાં બની ઐતિહાસિક ઘટના, 33માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:IMDની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આજે ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ
