અમેરિકામાં એન્ટ્રી મેળવવી હવે વધુને વધુ આકરી થાય તેવી સંભાવના છે. અમેરિકાનો વિદેશ વિભાગ એક નવા જ પ્રકારનો પાયલોટ પ્રોગ્રામ લોન્ચ કરવા જઈ રહ્યો છે. તેમા ટુરિઝમ અને બિઝનેસ વિઝા પર અમેરિકામાં દાખલ થતાં ટ્રાવેલર્સ કે બિઝનેસમેનોએ હવે દસ હજાર ડોલરનો બોન્ડ ભરવો પડશે. આ પ્રકારના પગલાંને અમેરિકામાં ઘૂસીને પછી ક્યારેય પરત ન જતાં લોકોને ટાર્ગેટ બનાવવા લેવાયું હોવાનું કહેવાય છે. તેની સાથે અમેરિકામાં ઓવરસ્ટે કરનારા લોકોને પણ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.
અમેરિકાનો વિદેશ વિભાગ આ માટે એક પાયલોટ પ્રોગ્રામ લોન્ચ કરવાનો છે. તેના હેઠળ B1-B2 વિઝા હેઠળ આવતા ટુરિસ્ટ કે બિઝનેસમેન પોતે ઓવરસ્ટે નહીં થાય તેની ગેરંટી રૂપે આ બોન્ડ ભરવા પડશે. આમ પહેલા ટુરિસ્ટ વિઝા હેઠળ આવીને અમેરિકામાં ઘૂસી જતા હતા અને અદ્રશ્ય થઈ જતાં હતા તે હવે નહીં ચાલે તેમ દર્શાવવાનો પ્રયત્ન કરાયો છે. અમેરિકન સરકાર હવે કોઈને ગેરકાયદેસર રીતે રહેવા નહીં દે.
આ અંગે સોમવારે આ મામલે એક કેબલ સ્ટેટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને મોકલવામાં આવ્યો હતો જેમાં સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ એવું જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ‘વિઝા બોન્ડ’ પ્રોગ્રામ 12 મહિનાના પાઈલટ પ્રોજેક્ટ પર હાથ ધરશે. આ પ્રોગ્રામ હેઠળ જે દેશના લોકોનું ઓવરસ્ટે થઈ જવાનું પ્રમાણ ઉંચું છે તેમને ટાર્ગેટ કરવામાં આવશે. આ બોન્ડની રકમ 15 હજાર ડોલર સુધી પણ પહોંચી શકે છે, કેબલમાં જણાવ્યા અનુસાર કોન્સ્યુલર ઓફિસર્સ પુખ્ત વયના વ્યક્તિને દસ હજાર ડોલર અને અંડર એજ માટે પાંચ હજાર ડોલરનો બોન્ડ માગી શકે છે.
જોકે, અમેરિકાની સરકારે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી તેમજ કયા દેશોને આ પાઈલટ પ્રોજેક્ટમાં આવરી લેવાશે તેને લઈને પણ હજુ સુધી કોઈ ચોખવટ કરવામાં નથી આવી. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના કેબલ અનુસાર બોન્ડની રકમ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા એકત્ર કરવામાં આવશે, જે ટ્રાવેલર તેના વિઝા પર ઓવરસ્ટે થયા વિના જ પોતાની હોમ કન્ટ્રીમાં પરત ફરશે તેને બોન્ડની રકમ પરત આપી દેવાશે.
આ ઉપરાંત વિઝા ઈશ્યૂ થયાના 30 દિવસમાં ટ્રાવેલરે અમેરિકામાં એન્ટ્રી લઈ લેવી પડશે તેવું પણ આ કેબલમાં જણાવાયું છે. વિઝા એપ્લિકન્ટની પ્રોફાઈલ જોઈને પણ બોન્ડની રકમમાં વધારો ઘટાડો કરી શકાશે તેવું પણ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના કેબલમાં જણાવાયું છે અને જો ટ્રાવેલર અગાઉ યુએસ આવી ચૂક્યો હશે તો તેને વિઝા બોન્ડમાંથી મુક્તિ પણ આપવામાં આવી શકે છે.
જોકે, અમેરિકાની સરકાર જે દેશોના નાગરિકો પર વિઝા બોન્ડ મૂકી શકે છે તેમાં મોટાભાગે એવા દેશોનો સમાવેશ કરાશે કે જ્યાંથી અમેરિકા આવતા લોકોની સંખ્યા ખૂબ જ મર્યાદિત પરંતુ ઓવરસ્ટે થવાનું પ્રમાણ અતિશય ઉંચું છે. જેમકે ચાડ નામના આફ્રિકન દેશના 49.54 ટકા લોકો અમેરિકા ગયા બાદ પાછા નથી આવતા.
આ પણ વાંચો:ગાઝામાં ભોજનની શોધમાં નીકળેલી ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, 23ના મોત
આ પણ વાંચો:ઓસામાનો અંત, ડ્રગ્સ સામેનું યુદ્ધ,US સ્પાઈ એજન્સી ટ્રમ્પ સામે રહી હતી નિષ્ફળ!
આ પણ વાંચો:અમેરિકામાં ગુજરાતી પ્રતીક ગાંધીની ગુજરાતીઓ સાથે જ પાંચ કરોડ ડોલરની છેતરપિંડી?
