Not Set/ કેટરીના કૈફનાં કારણે દેવાદાર થઇ ગયો હતો જેકી શ્રોફ, વેચવું પડ્યું હતું ઘર

બોલિવૂડ એક્ટર જેકી શ્રોફ તેમના સમયનો સુપરસ્ટાર છે. જ્યારે તેની ફિલ્મો રિલીઝ થતી હતી ત્યારે થિયેટરમાં ભીડ ઉમટી પડતી હતી. પરંતુ શું તમે જાણો છો કે જેકી શ્રોફના જીવનમાં એક તબક્કો હતો

Entertainment

બોલિવૂડ એક્ટર જેકી શ્રોફ તેમના સમયનો સુપરસ્ટાર છે. જ્યારે તેની ફિલ્મો રિલીઝ થતી હતી ત્યારે થિયેટરમાં ભીડ ઉમટી પડતી હતી. પરંતુ શું તમે જાણો છો કે જેકી શ્રોફના જીવનમાં એક તબક્કો હતો જ્યારે તે તંગી સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. એવું પણ બન્યું હતું કે તેણે પોતાનું ઘર વેચવું પડ્યું હતું અને તેનું કારણ કેટરિના કૈફ હતી. ખુદ જેકીએ આ વાતનો ખુલાસો કર્યો છે. કેટરિના કૈફની ડેબ્યૂ ફિલ્મ ‘બૂમ’ને કારણે જેકી દેવામાં ડૂબી ગયો હતો અને તેનું ઘર વેચવું પડ્યું હતું. હકીકતમાં જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફે ફિલ્મ ‘બૂમ’ બનાવી હતી જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

આને કારણે જેકી શ્રોફ અને તેનો પરિવાર આર્થિક મુશ્કેલીમાં પડી ગયો હતો. હવે જેકી શ્રોફે આ અંગે ખુલીને વાત કરી છે. જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફે બૂમ ફિલ્મનું નિર્માણ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. આને કારણે, જેકી શ્રોફને પોતાનું મકાન વેચવું પડ્યું હતું અને તેની લોન ચૂકવી શકે તે માટે ખુબ જ મહેનત કરવી પડી હતી.

આ પણ વાંચો :સોનુ સૂદે લકઝુરિયસ કાર અંગે કર્યો ખુલાસો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં  જેકીએ 19 વર્ષ જુના તેના મુશ્કેલ સમયથી બધાને વાકેફ કર્યા છે. અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર, પદ્મા લક્ષ્મી, મધુ સપ્રે, ઝીનત અમાન અને કેટરિના કૈફ બૂમમાં જોવા મળ્યાં હતાં. અભિનેતાના કહેવા મુજબ, તે સમયે અમને ખબર હતી કે આપણે કંઇક કરવાની કોશિશ કરવામાં ઘણું ગુમાવ્યું છે.

મારાથી જે પણ જેટલું પણ થઇ શકતું હતું મેં કર્યું મેં વધારે કામ કર્યું. જેથી દરેકના પૈસા ચૂકવી શકું, જેથી મારા પરિવારનું નામ ખરાબ નાં થાય. મને ખબર હતી બિઝનેસમાં ઉત્તાર-ચડાવ આવે છે, એવું જરૂરી તો નથીને કે હમેશાં ઉપર જ રહીએ જરૂરી તો નથીને. આ સમયે તમારે એ જાણવું જરૂરી છે કે તમારો વિવેક અને નૈતિકતા કેવી રીતે બનાવી રખાય.

આ પણ વાંચો : હવે આ પ્રખ્યાત અભિનેત્રીને પણ આવવું છે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં…

તે સમયે જે બન્યું, તે મારા બાળકો પણ સમજી શક્યા નહીં, કારણ કે તેઓ નાના હતા, હું અને આયેશા તેમને આ સમસ્યાઓ પસાર કરવા માંગતા ન હતા. તે સમયે જેકીએ ટાઇગરને વચન આપ્યું હતું કે તે ગુમાવેલું ઘર પાછું મેળવી લેશે.

એકવાર ટાઇગર શ્રોફે કહ્યું કે તે કેવી રીતે નાનો હતો, એકવાર તેના ઘરનો તમામ ફર્નિચર ગાયબ થવા લાગ્યો. પછી તેનો બેડ ગયો, જેના કારણે તે જમીન પર સૂવા લાગ્યો. ટાઈગરે જણાવ્યું હતું કે તે મારા જીવનની સૌથી ખરાબ લાગણી હતી.

આ પણ વાંચો :યોડેલિંગ ક્વીન સન્મુખપ્રિયાની માતાએ કહ્યું, અમારા બંનેની સફળતા પાછળ મારા પતિનો હાથ,જુઓ વીડિયો