Indian Record/ રવિન્દ્ર જાડેજા 300 વિકેટ અને 3000 રનની સિદ્ધિ નોંધાવનારો ત્રીજો ઓલરાઉન્ડર

ટીમ ઈન્ડિયાના મજબૂત સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આજે ​​તેની 12 વર્ષની લાંબી ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત ‘ટ્રિપલ સેન્ચુરી’ ફટકારી છે. રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2012માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને આજે તેણે કાનપુરની ધરતી પર ઈતિહાસ રચ્યો છે.

Top Stories Breaking News Sports
Beginners guide to 2024 09 30T172111.819 રવિન્દ્ર જાડેજા 300 વિકેટ અને 3000 રનની સિદ્ધિ નોંધાવનારો ત્રીજો ઓલરાઉન્ડર

કાનપુરઃ ટીમ ઈન્ડિયાના મજબૂત સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આજે ​​તેની 12 વર્ષની લાંબી ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત ‘ટ્રિપલ સેન્ચુરી’ ફટકારી છે. રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2012માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને આજે તેણે કાનપુરની ધરતી પર ઈતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશ સામે કાનપુરમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિન્દ્ર જાડેજાએ એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. 35 વર્ષના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં અનોખી ત્રેવડી સદી ફટકારી છે.

રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પૂરી કરી લીધી છે. રવિન્દ્ર જાડેજાએ 74 ટેસ્ટ મેચમાં 300 વિકેટ પોતાના નામે કરી લીધી છે. કાનપુરમાં બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ખાલિદ અહેમદને આઉટ કરીને રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં આ મોટી સિદ્ધિ મેળવી છે. બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર ખાલિદ અહેમદ ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો 300મો શિકાર બન્યો છે.

ટીમ ઈન્ડિયાની સૌથી મોટી મેચ વિનર

રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો મેચ વિનર છે. રવિન્દ્ર જાડેજાએ 74 ટેસ્ટ મેચમાં 300 વિકેટ લીધી છે અને 3122 રન પણ બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ મેચોમાં 13 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લીધી છે. આ સિવાય રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ મેચમાં બે વખત 10 કે તેથી વધુ વિકેટ લીધી છે.

લેગ સ્પિનર ​​અનિલ કુંબલે ટોચ પર

ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના મામલે અનુભવી લેગ સ્પિનર ​​અનિલ કુંબલે ટોચ પર છે. અનિલ કુંબલેએ ટેસ્ટ ક્રિકેટમાં 619 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટ સિવાય રવિન્દ્ર જાડેજાએ 197 વનડે મેચોમાં 220 અને 74 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 54 વિકેટ ઝડપી છે. રવિન્દ્ર જાડેજાએ ODI મેચોમાં 2756 રન અને T20 ઈન્ટરનેશનલ મેચોમાં 515 રન બનાવ્યા છે. આઈપીએલની 240 મેચોમાં રવિન્દ્ર જાડેજાએ 160 વિકેટ લીધી છે અને 2959 રન પણ બનાવ્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર

  1. અનિલ કુંબલે – 619 ટેસ્ટ વિકેટ
  2. રવિચંદ્રન અશ્વિન – 523 ટેસ્ટ વિકેટ
  3. કપિલ દેવ – 434 ટેસ્ટ વિકેટ
  4. હરભજન સિંહ – 417 ટેસ્ટ વિકેટ
  5. ઈશાંત શર્મા/ઝહીર ખાન – 311 ટેસ્ટ વિકેટ
  6. રવિન્દ્ર જાડેજા – 300 ટેસ્ટ વિકેટ

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સ માટે RTM કાર્ડનો ઉપયોગ કરી હાર્દિકને છોડવો નફાકારક સોદો

આ પણ વાંચો: ધોનીને કરોડોનો ફટકો મારશે બીસીસીઆઈનો આ નિર્ણય

આ પણ વાંચો: કોણ છે આ 22 વર્ષનો છોકરો? જેણે ટીમ ઈન્ડિયામાં પ્રથમ વખત મેળવ્યું સ્થાન,156.7 KM/Hની ઝડપે ફેંકે છે બોલ