Not Set/ જગમોહન દાલમિયાના પુત્ર અને સૌરવ ગાંગુલીના મોટા ભાઇની બંગાળ ક્રિકેટ એસો. નાં પ્રમુખ અને સેક્રેટરી તરીકે નિયુક્તિ

બીસીસીઆઈના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ  કેપ્ટન સૌરવ ગાંગુલી, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળનાં નવનિયુક્ત પ્રમુખ અવનિશેક દાલમિયા અને સેક્રેટરી  સ્નેહિશ ગાંગુલીને અભિનંદન પાઠવતા જોવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ જગમોહન દાલમિયાના પુત્ર, અવિશેક દાલમિયા બંગાળનાં ક્રિકેટ એસોસિએશન (સીએબી) ના નવા પ્રમુખ તરીકે ચૂંટાય આવ્યા છે. તો સાથે સાથે જ સીએબીના નવા […]

Uncategorized
dada જગમોહન દાલમિયાના પુત્ર અને સૌરવ ગાંગુલીના મોટા ભાઇની બંગાળ ક્રિકેટ એસો. નાં પ્રમુખ અને સેક્રેટરી તરીકે નિયુક્તિ

બીસીસીઆઈના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ  કેપ્ટન સૌરવ ગાંગુલી, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળનાં નવનિયુક્ત પ્રમુખ અવનિશેક દાલમિયા અને સેક્રેટરી  સ્નેહિશ ગાંગુલીને અભિનંદન પાઠવતા જોવામાં આવ્યા હતા.

આપને જણાવી દઇએ કે, બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ જગમોહન દાલમિયાના પુત્ર, અવિશેક દાલમિયા બંગાળનાં ક્રિકેટ એસોસિએશન (સીએબી) ના નવા પ્રમુખ તરીકે ચૂંટાય આવ્યા છે. તો સાથે સાથે જ સીએબીના નવા સેક્રેટરી તરીકે સૌરવ ગાંગુલીના મોટા ભાઇ સ્નેહિસિશ ગાંગુલીની પસંદગી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, દાદા(બીસીસીઆઈના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ  કેપ્ટન સૌરવ ગાંગુલી) બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ જગમોહન દાલમિયાની ખુબ નજીકનાં માનવામાં આવતા લોકોમાંનાં એક હતા અને પૂર્વ  કેપ્ટન સૌરવ ગાંગુલીની ક્રિકેટ સફરમાં દાલમિયાનો સિંહ ફાળો હોવાનું પણ કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.