જમ્મુ કાશ્મીર
જમ્મુ કાશ્મીરમાં થોડા સમય અગાઉ સેના જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને હત્યા કર્યા પછી હવે આતંકીઓએ પોલીસકર્મીની હત્યા કરી નાખી છે. આતંકવાદીઓએ પોલિસ કોન્સ્ટેબલ જાવેદ અહેમદ ડારનું ગુરૂવારે અપહરણ કરીને તેની હત્યા કરી છે. કોન્સ્ટેબલ જાવેદ ડારનું પોસ્ટીંગ દક્ષિણ કાશ્મીરના શોપીયા જીલ્લામાં હતું. આતંકીઓએ ડારનું શોપિયાંના કચડૂરા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોર બહારથી અપહરણ કર્યું હતું.
જાવેદ ડારની લાશ શુક્રવારે કુલગામના પરિવાનમાંથી મળી છે.
આતંકવાદીઓએ શોપિયાંના વેહિલ વિસ્તારમાં કોન્સ્ટેબલ જાવેદ હમીદ ડારનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ સેન્ટ્રો કારમાં તેને લઇ સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. હાલમાં જાવેદ ડાર દક્ષિણ કાશ્મીરમાં જ રહેતો હતો અને તેને શોપિયાંના પૂર્વ વરિષ્ઠ પોલીસ અધિક્ષક શૈલેન્દ્ર મિશ્રાની સાથે તૈનાત કરાયો હતો.
જાવેદ ડારની સંપુર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
Shopian: Wreath laying ceremony of constable Javaid Ahmad Dar whose body was found by locals in Kulgam's Pariwan. He was abducted by terrorists from a local medical shop in Shopian last night. #JammuAndKashmir pic.twitter.com/jR7JwIlXQi
— ANI (@ANI) July 6, 2018
કે જમ્મુ-કાશ્મીરમાં આ પહેલા આતંકીઓએ સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને તેમની હત્યા કરી નાખી હતી. સેનાની 44 રાષ્ટ્રીય રાઈફલ રેજિમેન્ટના જવાન ઓરંગઝેબનું શબ પુલવામાના ગુસ્સૂ ગામમાંથી મળ્યું હતું. ઔરંગઝેબ ઈદ મનાવવા માટે ઘરે આવી રહ્યા હતા.
મસ્જીદ પર ફાયરીંગ
બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના પુલવાના પરિગામમાં સવારના સમયે આતંકીઓએ એક સ્થાનિક મસ્જિદને નિશાન બનાવી હતી. હુમલાખોરો મોહમ્મદ અશરફ પર ફાયરિંગ કર્યું હતું. જણાવી દઈએ કે આ ફાયરિંગમાં ઈમામને ઘણી ગોળીઓ વાગી હતી. ઈમામને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.
