@ સાગર સંઘાણી
Jamnagar News:
હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ બે દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં તા.૨૭ ઓગસ્ટના સવારના ૬:૦૦ વાગ્યાથી તા.૨૮ ઓગસ્ટ સવારના ૬:૦૦ વાગ્યા સુધીમાં કંટ્રોલરૂમના આંકડા અનુસાર જામનગર જિલ્લામાં સરેરાશ ૧૦ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
જેમાં સૌથી વધુ જામનગર તાલુકામાં ૧૫ ઇંચ જ્યારે જોડિયા તાલુકામાં ૬ ઇંચ, ધ્રોલ તાલુકામાં ૭ ઇંચ, કાલાવડ તાલુકામાં ૧૧ ઈંચ, લાલપુર તાલુકામાં ૧૨ ઇંચ, જામજોધપુર તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં સરેરાશ કુલ ૪૦ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામજોધપૂરમાં ૪૭ ઇંચ કરતા પણ વધુ વરસાદ જ્યારે જામનગર તાલુકામાં ૪૦ ઇંચ, જોડિયા તાલુકામાં ૩૯ ઇંચ, ધ્રોલ તાલુકામાં ૨૬ ઇંચ, કાલાવડ તાલુકામાં ૪૬ ઈંચ, લાલપુર તાલુકામાં ૩૭ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો:દસાડા તાલુકામાં અનરાધાર વરસાદે સર્જી તારાજી
આ પણ વાંચો:Gujarat Rain Live: તમારા જીલ્લામાં આજે કેટલો વરસાદ છે, જાણો એક ક્લિક પર
આ પણ વાંચો:ગુજરાત બન્યું આસામ, 33માંથી 28 જિલ્લામાં હાઇ એલર્ટ