Sikkim News/ સુરક્ષાના અભાવની કિંમત શ્રમિકોએ ચૂકવી? સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 10 શ્નમિકોના મોત

સિક્કિમની નિર્માણાધીન સમરડુંગ ટનલમાં ભૂસ્ખલન. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 10 શ્રમિકોના મોત અને 12નું સફળ રેસ્ક્યુ. બચાવ ટીમની કામગીરી યથાવત.

India Top Stories Breaking News
10 workers

Sikkim News: સિક્કિમના નામચી જિલ્લામાં એક હ્રદય દ્વાવક ઘટનાના સમાચાર મળી રહ્યાં છે.  નામચીમાં નિર્માણાધીન સમરડુંગ ટનલમાં ભૂસ્લખન થતા અંદર રહેલા શ્રમિકોનો દટાઈ જતા મૃત્યુ પામ્યા છે. ટનલમાં મિથેન ગેસ લીક થવાને કારણે બચાવ કામગીરી અત્યંત જોખમી બની છે. અત્યાર સુધી 10 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 12 મજૂરોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. જોકે ટનલમાં હજુ કેટલા લોકો ફસાયેલા છે તેની ચોક્કસ માહિતી NDRF પાસે પણ નથી, જેના કારણે સમગ્ર બચાવ કામગીરી વધુ પડકારજનક બની ગઈ છે.

સિક્કીમમાં નિર્માણાધીન ટનલમાં ભૂસ્લખન થતા  10 workers ના મોત 

સોમવારે બપોરે લગભગ 3:09 વાગ્યે સિક્કિમ (Sikkim)ના નામચી જિલ્લાના ઝોલુંગે વિસ્તારમાં NHPCની તીસ્તા સ્ટેજ-6 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ હેઠળ નિર્માણાધીન સમરડુંગ ટનલમાં અચાનક ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલન (Tunnel Collapse)ના કારણે ટનલનું પ્રવેશદ્વાર બંધ થઈ ગયું અને અંદર કામ કરી રહેલા અનેક શ્રમિકો બહાર નીકળી શક્યા નહોતા. દુર્ઘટના બાદ ટનલમાં મિથેન ગેસનું લીકેજ શરૂ થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. ગેસના કારણે અંદર પ્રવેશ કરવો પણ જોખમી બન્યો હતો. બચાવ કામગીરી દરમિયાન રેસ્ક્યુ ટીમોને ઓક્સિજન માસ્ક પહેરીને કામ કરવું પડી રહ્યું છે.

અત્યાર સુધી 10ના મોત, 12 મજૂરોને જીવતા બહાર કાઢાયા

NDRFના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ટનલમાંથી 10 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. સાથે જ 12 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે. જોકે સૌથી ચિંતાજનક બાબત એ છે કે ટનલમાં હજુ કેટલા લોકો ફસાયેલા છે તેની કોઈ સત્તાવાર અને ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. લગભગ 1.5 કિલોમીટર લાંબી આ ટનલમાં સતત ગેસ ભરાઈ રહ્યો હોવાથી દરેક પગલું અત્યંત સાવધાનીપૂર્વક ભરવું પડી રહ્યું છે. મૃતકોના મૃતદેહોને સિંગતમ જિલ્લા હોસ્પિટલ, STNM હોસ્પિટલ (ગંગટોક) અને નામચી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

વિસ્ફોટ જેવા અવાજ બાદ અફરાતફરી, તપાસ શરૂ

પ્રાથમિક માહિતી મુજબ ટનલની અંદર કામ કરી રહેલા કેટલાક શ્રમિકોએ અકસ્માત પહેલા વિસ્ફોટ જેવી જોરદાર અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ અચાનક ભૂસ્ખલન થતાં ઘણા મજૂરો બહાર દોડી આવ્યા, પરંતુ કેટલાક અંદર જ ફસાઈ ગયા. જિલ્લા પ્રશાસનના જણાવ્યા અનુસાર ભૂસ્ખલનનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. સિક્કિમના મુખ્યમંત્રી સતત સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ સંબંધિત વિભાગોને બચાવ કામગીરી માટે જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે. SSDMA પણ સમગ્ર ઘટનાની સતત મોનિટરિંગ કરી રહ્યું છે.


આ પણ વાાચો: સિક્કિમમાં ભૂસ્ખલન બાદ નિર્માણાધીન ટનલમાં 27 મજૂરો ફસાયા, મિથેન ગેસના ભય વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

આ પણ વાાચો:સિક્કિમથી સિલિગુડી જતાં પરિવારના 4 સભ્યો ગુમ, તિસ્તા નદીમાંથી કાર મળી

આ પણ વાાચો:રાજસ્થાનમાં સિક્કિમની છોકરી સાથે પ્રેમ, 24 કલાકમાં આંધળી હત્યાનું રહસ્ય ઉકેલ્યું