Jamnagar News/ જામનગર આ પેટ્રોલ પંપ પર પેટ્રોલના બદલે પૂરાય છે પાણી

શહેરના હરિયા કોલેજ રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલના બદલે પાણી આપતા ગ્રાહકોમાં આક્રોશ છે. આના પગલે પેટ્રોલ ભરાવવા આવેલા ગ્રાહકોએ તેનો વિડીયો પણ ઉતાર્યુ છે. ગ્રાહકોની ફરિયાદ છે કે આ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલના બદલે પાણી ભરવામાં આવે છે. ઘણા તો તેને મજાકમાં પેટ્રોલ પંપના બદલે હેન્ડ પંપ કહે છે.

Gujarat Others Breaking News

Jamnagar News: પેટ્રોલ પમ્પ પર આપણે પેટ્રોલ ભરાવવા જઈએ અને પેટ્રોલના બદલે વાહનની ટાંકીમાં પાણી ભરવામાં આવે તો શું થાય. જામનગરમાં પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલના બદલે લોકોને પાણી મળ્યું છે. વાહનચાલકો જ્યારે પેટ્રોલપંપ પર મોંઘા ભાવનું પેટ્રોલ પોતાના વાહનમાં પુરાવે છે ત્યારે તેઓ એવા વિશ્વાસ સાથે પૂરાવે છે કે તેમને શુદ્ધ અને ભેળસેળ વગરનું પેટ્રોલ અને તે પણ તેઓ જે પૈસા ચૂકવે છે તેની પૂરેપૂરી કિંમતનું આપવામાં આવી રહ્યું છે. પરંતુ ભેળસેળની કે પછી પૂરી કિંમતનો જથ્થો ચૂકવવાની વાત તો બહુ દુર રહી કોઇ આપને પેટ્રોલની કિંમતમાં અને પેટ્રોલના નામે પાણી પધરાવે તો શું થાય.

શહેરના હરિયા કોલેજ રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલના બદલે પાણી આપતા ગ્રાહકોમાં આક્રોશ છે. આના પગલે પેટ્રોલ ભરાવવા આવેલા ગ્રાહકોએ તેનો વિડીયો પણ ઉતાર્યુ છે. ગ્રાહકોની ફરિયાદ છે કે આ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલના બદલે પાણી ભરવામાં આવે છે. ઘણા તો તેને મજાકમાં પેટ્રોલ પંપના બદલે હેન્ડ પંપ કહે છે. સ્થાનિક પુરવઠા વિભાગ આ મુદ્દે ઘોર નિંદ્રામાં છે.

એક પછી એક લોકોને વાહનો ખોટકાતા અંદાજ આવવા લાગ્યો કે તેમની સાથે છેતરપિંડી થઇ છે ત્યારે તેઓ પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા અને તેમની સાથે છેતરપીંડી કરવામાં આવી રહી હોવાની રજુઆત કરી હતી. ગ્રાહકોએ ડોલની અંદર પેટ્રોલ ભરવા જણાવ્યું હતું જેથી ખ્યાલ આવે કે તે ખરેખર પેટ્રોલ છે કે કેમ .અને આમ કરવાની સાથે પોલ ખુલી ગઇ હતી અને પેટ્રોલની પાઇપમાંથી આવેલું પ્રવાહી પેટ્રોલ નહીં પણ પાણી હોવાનું સામે આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠા:પેટ્રોલ પંપ પર પેટ્રોલના બદલે પાણી, ખિમાણાના ગણેશ પેટ્રોલ પંપનો વિડીયો વાયરલ, પેટ્રોલ-પાણી મિક્ષમાં અપાતું હોવાની ગ્રાહકની ફરિયાદ, માલિકને રજુઆત કરતા થાય તે કરી લોનો

આ પણ વાંચો: પાણી નહીં પેટ્રોલથી ધુએ છે કાર આ મહિલા, લોકો સ્તબ્ધ

આ પણ વાંચો: આ પંપ પર અચાનક 15 રૂપિયા પ્રતિ લીટર મળવા લાગ્યું પેટ્રોલ, પછી લોકોએ કર્યું કંઈક આવું…