માયાજાળ/ છબીલ પટેલે બનાવને નજરે જોનારા પવન મોરેને ઠેકાણે પાડવા ખતરનાક કાવતરૂ ઘડ્યું

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત

Mantavya Exclusive
Jayanti Bhanushali murder case 12

@ નિકુંજ પટેલ

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત. મંતવ્ય વેબ પોર્ટલ પર વાંચો સેક્સકાંડ, મર્ડર, રાજકારણ અને કાવાદાવાથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી. (ભાગ – 12)

જ્યંતી ભાનુશાળીને ખતમ કરી નાંખવાના કાવતરૂ ઘડનારા છબીલ પટેલને ખબર જ હતી કે પોલીસ તપાસમાં પોતાનું નામ બહાર આવશે. જોકે પોતે આ કેસમાં સંડોવાયેલ નથી એ દર્શાવવા છબીલે શુટરો નક્કી કરી અમુક પેમેન્ટ એડવાન્સમાં ચુકવી પણ દીધુ હતું. તે સિવાય હત્યા પહેલા જ વિદેશની ટિકીટ કઢાવીને દેશ બહાર ભાગી ગયો.

છબીલે અમેરિકામાં રહીને સમગ્ર કેસ પર વોચ રાખવાનું શરૂ કર્યું. ભાનુસાળીની ટ્રેનમાં હત્યા સમયે તેમની કેબીનમાં પવન મોર ફક્ત એક જ સહ પ્રવાસી હતો. જે પ્રત્યક્ષદર્શી અને મહત્વનો સાક્ષી હતો. પવન મોર પોલીસને નજરે જોયેલા બનાવની હકીકતરૂપી ઉલ્ટી ન કરે તે માટે તેને યેન કેન પ્રકારે નુકસાન પહોંચાડવાનો છબીલનો બદઈરાદો હતો. આથી છબીલ પટેલે પોતાના કૌટુંબિક ભત્રીજા પિયુષ વાસાણી, વેવાઈ રસિકભાઈ પટેલ ઉપરાંત કોમેશ પોકારની મદદથી પવન મોરની દિનચર્યા તેના મકાન અને ફેક્ટરી વગેરેની રેકી કરાવવા પ્રયાસ શરૂ કર્યા.

બીજી તરફ પોલીસને આ વાતની શંકા હોવાથી સ્વાભાવિકપણે ગંધ આવી ગઈ. જોકે પવન મોર કે કેસના અન્ય મહત્વના પુરાવાને નુકસાન પહોંચાડે તે પહેલા આરોપીઓને ઝડપી લેવાયા.. સાથે સાથે છબીલ પટેલ, પિયુષ વાસાણી, રસીક પટેલ અને કોમેશ પોકાર વિરૂધ ગાંધીધામ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 115 અને 120(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો.

જ્યારે ભાનુશાળીની હત્યામાં પડદા પાછળ ગેમ રમનારા સહ આરોપી જ્યંતી જેઠાલાલ ઠક્કર વિરૂધ્ધ અગાઉ આચરેલા આર્થિક કૈભાંડોની તપાસ સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવતી હતી. ઠક્કર સામે 17 એપ્રિલ 2019નાં રોજ સીઆઈડી ક્રાઈમ બોર્ડર રેન્જ, ભૂજ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો હેઠળ ઉપરાંત 29 મે 2019ના રોજ અન્ય કલમો હેઠળ ગુના દાખલ કરાયા.

હત્યાના આ ગંભીર ગુનામાં સંડોવાયેલા મોટા ભાગના આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ ગંભીર પ્રકારનો હતો. ઉપરાંત ગુનાહિત માનસ ધરાવતા હોવાનું તપાસમાં જણાયું હતું. કાવતરા દરમિયાન આ ટોળકીએ ગુનાને અંજામ આપતી વખતે ઝડપાઈ ન જવાય તે માટે યુક્તિ પ્રયુકિતઓ અજમાવી હતી. જેમાં ગુનાહિત કૃત્ય, રેકીના સમયે મુખ્ય અને સહ આરોપીઓ.

શુટરોએ તથા પડદા પાછળના આરોપીઓએ ગુનામાં પોતાની ભુમિકા બહાર ન આવે તે માટે પોતાના મોબાઈલથી પોતાની હાજરી સાબિત ન થાય તે હેતુથી બંધ રાખ્યા હતા. તેમણે બીજાના નામના સીમ કાર્ડ ઉપયોગમાં લીધા હતા. એકબીજા સાથેના સંપર્કો સાબિત ન થાય તે માટે કાવતરાથી લઈને ગુનાને અંજામ આપ્યો ત્યાં સુધી એકબીજા સાથે વિડીયો કોલ અને વોટ્સએપ કોલથી સંપર્કમાં રહ્યા હતા. ટુંકમાં એકબીજાની રૂબરૂ હાજરી છતી ન થાય તે માટે નોર્મલ મોબાઈલ કોલ અવોઈડ કરતા હોવાનું તે સમયની તપાસમાં બહાર આવ્યું હતું.

આમ આ સનસનાટીભર્યા હત્યાકાંડના મુખ્ય સુત્રધાર છબીલ નારણભાઈ પટેલ જ્યારે પડદા પાછળ મહત્વની ભુમિકા ભજવનારા જ્યંતી જેઠાલાલ ઠક્કર સાથે આ કેસની હીરોઈન ગણાતી મનીષાએ પણ મહત્વની ભુમિકા ભજવી હતી. મનીષા ગુજ્જુગિરી ગોસ્વામી સાથે સુજીત પરદેશી ઉર્ફે ભાઉ અને તેની ગેંગના વિશાલ કાંબળે, નિખીલ થોરાત સાથે મદદગારી કરી હતી. તેમણે ભાડુતી શુટરો શશીકાંત ઉર્ફે બિટીયા દાદા શંકર કાંબળે, અશરફ અનવર શેખ તથા તેના સાગરીત રાજુ ઉર્ફે સીતારામ નારાયણ ધોત્રેને મસમોટી સોપારી આપવામાં આવી હતી.

છબીલ પટેલ, જ્યંતી ઠક્કરને પોલીસે કેવી યુક્તિ પ્રયુકિત કરી ઝડપ્યા, મનીષાને કેવી રીતે જાળમાં ફસાવી તેની સાથે સુજીત પરદેશીને પણ એજ જાળમાં ફસાવ્યો, શુટરો કેવી રીતે ઝડપાયા વગેરેની રસપ્રદ કહાની વાંચવા રાહ જુઓ આગામી એપિસોડની…