Not Set/ જેટ એરવેઝની એરહોસ્ટેઝ આ રીતે કરતી હતી ડોલરનું સ્મગલિન, જુઓ

દિલ્હીમાં હોંગકોંગ જનારી જેટ એરવેઝની ફ્લાઈટમાં ૪.૮ લાખ ડોલર્સ સાથે એક એરહોસ્ટેઝની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલી એરહોસ્ટેઝ દેવશી મૂળ દેહરાદૂનની રેહવાસી છે અને ૨૦૧૭ના પ્રારંભમાં તેના લગ્ન થયા હતા. ત્યારબાદ તે તેના પતિ સાથે દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં રહે છે. આ એરહોસ્ટેઝએ આશરે ૨૦ કરોડ રૂપિયા હવાલા હેરફેર દ્વારા હોંગ કોંગ પહોચાડ્યા હતા અને […]

India

દિલ્હીમાં હોંગકોંગ જનારી જેટ એરવેઝની ફ્લાઈટમાં ૪.૮ લાખ ડોલર્સ સાથે એક એરહોસ્ટેઝની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલી એરહોસ્ટેઝ દેવશી મૂળ દેહરાદૂનની રેહવાસી છે અને ૨૦૧૭ના પ્રારંભમાં તેના લગ્ન થયા હતા. ત્યારબાદ તે તેના પતિ સાથે દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં રહે છે. આ એરહોસ્ટેઝએ આશરે ૨૦ કરોડ રૂપિયા હવાલા હેરફેર દ્વારા હોંગ કોંગ પહોચાડ્યા હતા અને આ પેહલા પણ નવ વખત અમેરિકન ડોલર હોંગ કોંગ લઇ ચુકી છે. આ કામમાંથી તે મામૂલી કૃ મેમ્બર માંથી સ્મગલર બની ગઈ છે.

ધરપકડ બાદ કરવામાં આવેલી તપાસમાં દિલ્હીના વેપારી અમિત મલ્હોત્રાએ તેને વધારે પૈસા કમાવવા માટે લાલચ આપી હોવાનું સપાટી પર આવ્યું હતું. આ અંગે વધુ તપાસમાં જાણવા મળ્યું કે, આ કામ માટે પેહલા દેવશીએ ના પાડી દીધી હતી પરંતુ વારંવાર કહેવાથી તે આખરે આ કૃત્ય કરવા માની ગઈ હતી. અમિત મલ્હોત્રાએ ડોલર કેવી રીતે લઇ જવા તે માટે તેને ફોઈલ કાગળમાં વીંટાળીને લઇ જવાની સલાહ આપી હતી. આ કાગળમાં પૈસા આવી રીતે લઇ જવાથી એક્સરે મશીન ત્યાં સુધી પહોચી ન શકે. દેવશી ચોકલેટના કાગળીયામાં ડોલર મૂકી દેતી અને તેની ઉપર મેકઅપ કીટ અને પોતાના કપડા મૂકી દેતી. હોંગકોંગ પહોંચ્યા પછી તે અમિતને ફોન કરતી અને એક વ્યક્તિ આવીને ડોલર લઇ જતો. આવી રીતે ડોલરની હેરફેર કરતી અને આ કામ અર્થે તે રૂપિયા પણ માંગતી હતી.

હાલ જે હેરફેર માટે તેની ધરપકડ કરવામાં આવી છે. તેમાં તેને ૪.૮ લાખ રૂપિયા મળવાના હતા. ધરપકડ બાદ દેવશીના પિતાએ જણાવ્યું કે, તેઓ આ અંગે કઈ જાણતા નથી. પરંતુ તપાસ દ્વારા જાણવા મળ્યું છે, કે આટલા બધા રોકડા ડોલરની હેરફેર તેમના ઘરમાં જ થતી હોય તો તેના પિતાને તેની ખબર ન હોય એ વાતમાં તથ્ય નથી. જયારે હવે પોલીસ તેના પિતાનો આમાં શું હાથ છે, તે અંગે વિગતવાર તપાસ કરી રહી છે.