લાતેહાર જીલ્લાનાં મણિકા થાણા વિસ્તારમાં સ્થિત સેમરહત ગામમાં એક હૃદય કંપાવતી ઘટના બની છે. એક માણસ જે પોતાને તાંત્રિક કહેતો હતો તેણે બે માસૂમની બલિ આપી અને તેનુ માથુ લઇને ફરાર થઇ ગયો હતો. ધડને તાંત્રિકે એક જગ્યાએ છુપાવી દીધો હોવાનુ સામે આવી રહ્યુ છે. તાંત્રિકની ધરપકડ કરવામાં આવી છે. બાળકો બે દિવસથી ગૂમ હતા. તાંત્રિકે ક્યા છુપાયા આ ધડને જાણી તમે પણ ચોંકી જશો.

જાણકારી અનુસાર ગ્રામીણોને ગુરુવારની સવારે ગામમાં સુનીલ ઉરાંવનાં ઘરની પાસે સ્થિતિ રેતીનાં ઢેરમાં કોઇ બાળકનો પગ દેખાયો. ગ્રામીણોએ તેની સૂચના પોલીસને આપી. ઘટનાસ્થળે પહોચી પોલીસે જ્યારે રેતીનો ઢેર હટાવ્યો તેમાથી ગામનાં બે બાળકો વીરેન્દ્ર ઉરાંવનો દિકરો નિર્મલ ઉરાંવ(8 વર્ષ) અને બિહારી ઉરાંવની દિકરી શીલા કુમારી(6 વર્ષ)નાં કપાયેલા ધડ મળ્યા. પોલીસની ટીમે બંન્ને ધડને કબ્ઝે લઇને તપાસ શરૂ કરી દીધી છે. ઘટના બાદ આસપાસનાં ગામની ભીડ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી.

વીરેન્દ્ર ઉરાંવે પોલીસને જણાવ્યુ કે સુનિલ ઉરાંવ પોતાને તાંત્રિક કહેતો હતો. તેણે માત્ર તેના તંત્ર અભ્યાસ માટે બાળકોની હત્યા કરી છે. વીરેન્દ્ર અનુસાર, મંગળવારે કોઈનો ફોન તેના મોબાઇલ પર આવ્યો અને તેણે કહ્યું કે સુનીલ ઉરાંવ સાથે વાત કરાવી દો. સુનીલને તેણે મોબાઇલ વાત કરવા માટે આપ્યો. વાત કર્યા પછી સુનીલે આ કહેતા મોબાઇલ રાખી દીધો કે તે સવારે મોબાઇલ આપશે. બુધવારે સવારે, પુત્ર નિર્મલને ફોન લેવા માટે સુનીલની પાસે મોકલ્યો. તે મોબાઇલ લઇને ન આવ્યો તો તે બાઈકથી સુનીલનાં ઘરે ગયો, જેના પર તેણે જવાબ આપ્યો કે નિર્મલ તો મોબાઈલ લઇને ચાલ્યો ગયો.

સુનીલે થોડીવારમાં આવવાની વાત કહી મારી બાઈક માંગી અને કોઇ જગ્યાએ ચાલ્યો ગયો. થોડા સમય બાદ સુનીલનાં ઘરે પહોચ્યો તો જોયુ કે તે અંદરથી ઘર બંધ કરી ઘરને પાણીથી ધોઇ રહ્યો છે. અવાજ લગાવવા પર કહ્યુ કે, તે નાહી રહ્યો છે, જે બાદથી તે ઘરમાં તાળુ બંધ કરી ગૂમ થઇ ગયો. ગુરુવારે સવારે ગ્રામીણોએ જ્યારે એક બાળકનાં મૃતદેહની વાત રેતીનાં ઢેરમાં હોવાનું કહ્યુ તો પોલીસને સૂચના આપવામાં આવી. જ્યારે રેતી હટાવવામાં આવી ત્યારે હાજર લોકોનું કાળજૂ ફાંટી ગયુ. રેતીની નીચે મારા જીગરનો ટૂકડાનું ધડ અને બિહારી ઉરાંવની દિકરી શીલાનો ધડ કપાયેલો મૃતદેહ મળ્યો. શીલાનાં પિતા બિહારી ઉરાંવની હાલત આ જોઇને ખરાબ થઇ ગઇ છે. તે હાલમાં કશુ પણ બોલવાની સ્થિતિમાં નથી. ઘટનાસ્થળે પહોચેલી પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
