ઝારખંડ વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કુલ નવ રેલીઓ કરી હતી
ઝારખંડ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે નવ રેલીઓ કરી હતી
રાહુલ ગાંધીએ પાંચ રેલીઓ કરી હતી
પ્રિયંકા ગાંધીએ એક રેલી યોજી હતી
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના મતગણતરીના રુઝાન મુજબ રાજ્યમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર રચાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો દમદાર પ્રચાર ઝારખંડ ભાજપને કેટલો ફાયદો થયો તેનું ચિત્ર હવે ધીરે ધીરે સ્પષ્ટ થતું જઈ રહ્યું છે.
ઝારખંડ વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે કુલ 18 રેલીઓ કરી હતી. બંનેએ નવ રેલીઓ દ્વારા રાજ્યની કુલ 81 વિધાનસભા બેઠકોમાંથી 60 ને આવરી લીધી હતી. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કુલ છ રેલીઓ કરી હતી. જેના દ્વારા તેમણે રાજ્યની 24 વિધાનસભા બેઠકોનો સમાવેશ કર્યો હતો.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે. શરૂઆતના વલણોમાં, કોંગ્રેસ-જેએમએમ અને આરજેડી ગઠબંધનને બહુમતી મળશે તેમ લાગે છે. 81 બેઠકોવાળા રાજ્યમાં પાંચ તબક્કામાં મતદાન થયું હતું. કોંગ્રેસના કાર્યકરોએ ઉજવણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કુલ 1216 ઉમેદવારો મેદાનમાં છે. ત્યાં 25 થી વધુ વીવીઆઈપી બેઠકો છે. છેલ્લા તબક્કાના મતદાન માટે 20 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
