RIP/ ઝુનઝુનવાલાના અંતિમ સંસ્કાર આજે રાત્રે 10.30 વાગ્યે થવાની શક્યતા, આ કારણે થઈ રહ્યો છે વિલંબ

સ્વર્ગસ્થ ભારતીય રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના અંતિમ સંસ્કાર રાત્રે 10.30 વાગ્યે કરવામાં આવશે. ભારતના વોરેન બફેટ તરીકે ઓળખાતા અને શેરબજારના બિગ બુલ તરીકે જાણીતા ઝુનઝુનવાલાનું આજે સવારે 6.45 કલાકે અવસાન થયું છે

Top Stories India
4 2 1 ઝુનઝુનવાલાના અંતિમ સંસ્કાર આજે રાત્રે 10.30 વાગ્યે થવાની શક્યતા, આ કારણે થઈ રહ્યો છે વિલંબ

સ્વર્ગસ્થ ભારતીય રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના અંતિમ સંસ્કાર રાત્રે 10.30 વાગ્યે કરવામાં આવશે. ભારતના વોરેન બફેટ તરીકે ઓળખાતા અને શેરબજારના બિગ બુલ તરીકે જાણીતા ઝુનઝુનવાલાનું આજે સવારે 6.45 કલાકે અવસાન થયું છે. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર વેપારી જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

રાકેશ ઝુનઝુનવાલાના અંતિમ સંસ્કારમાં વિલંબ થવા પાછળનું કારણ હકીકતમાં તેમના પરિવારના કેટલાક સભ્યો અને મિત્રો છે, જેઓ શહેરની બહાર રહે છે. તેઓ હજુ આવ્યા નથી. તેમની રાહ જોવાઈ રહી છે, જેના કારણે અંતિમ સંસ્કારમાં સમય લાગી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, રાત્રે 10.30 વાગ્યા સુધીમાં બિગ બુલના અંતિમ સંસ્કાર થવાની સંભાવના છે.

માત્ર રૂ. 5,000 થી રૂ. 40,000 કરોડનું બિઝનેસ સામ્રાજ્ય બનાવનાર રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે મુંબઈમાં 62 વર્ષની વયે અવસાન થયું હતું. અહેવાલ મુજબ, સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે, તેને બીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.

નોંધનીય છે કે વર્ષ 1985માં શેરબજારમાં રોકાણ શરૂ કરનાર રાકેશ ઝુનઝુનવાલા આજે નવા રોકાણકારો માટે પ્રેરણારૂપ છે. તેમણે પત્ની સાથે મળીને રેર એન્ટરપ્રાઇઝ નામની પેઢી બનાવીને દેશની મોટી કંપનીઓમાં જંગી રોકાણ કર્યું છે. સુત્રો અનુસાર, બિગ બુલ અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાના 32 શેરોમાં રૂ. 30,000 કરોડથી વધુનું રોકાણ છે.

ઉલ્લેખનીય છે કે રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ 5 જુલાઈ 1960ના રોજ મુંબઈમાં થયો હતો અને તેઓ 62 વર્ષના હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજકીય જગત, ઉદ્યોગ જગતે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર રાકેશ ઝુનઝુનવાલાએ આર્થિક જગતમાં અમૂલ્ય યોગદાન છોડી ગયા છે, તેમનું નિધન દુઃખદ છે.