Not Set/ સરફરાજનાં મોટાપાને લઇને પાકિસ્તાની સમર્થકે જ મેદાનમાં ઉડાવ્યો તેનો મજાક

ભારતથી હાર મળ્યા બાદ પાકિસ્તાનનાં ખેલાડીઓ અને ખાસ કરીને તેના કેપ્ટન સરફરાજનો ચૌ તરફથી મજાક ઉડાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર રહી ચુકેલા શોએબ અખ્તરે પણ સરફરાજને ખરી ખોટી સંભળાવતા તેને દિમાગ વિનાનો કહ્યો હતો. ભારતથી 89રને હાર મળ્યા બાદથી પાકિસ્તાન સમર્થકોમાં પણ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ હાર બાદ દરેક પાકિસ્તાની […]

Sports
2tcmofcg sarfaraz સરફરાજનાં મોટાપાને લઇને પાકિસ્તાની સમર્થકે જ મેદાનમાં ઉડાવ્યો તેનો મજાક

ભારતથી હાર મળ્યા બાદ પાકિસ્તાનનાં ખેલાડીઓ અને ખાસ કરીને તેના કેપ્ટન સરફરાજનો ચૌ તરફથી મજાક ઉડાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર રહી ચુકેલા શોએબ અખ્તરે પણ સરફરાજને ખરી ખોટી સંભળાવતા તેને દિમાગ વિનાનો કહ્યો હતો. ભારતથી 89રને હાર મળ્યા બાદથી પાકિસ્તાન સમર્થકોમાં પણ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ હાર બાદ દરેક પાકિસ્તાની ખેલાડીઓને ઘેરવામાં આવ્યા. પાકિસ્તાન ટીમનાં ખેલાડીઓની ફિટનેસથી પાકિસ્તાનનાં સમર્થકો ઘણા નારાજ થયા છે, ખાસ કરીને કેપ્ટન સરફરાજ અહમદની ફિટનેસને લઇને આ ગુસ્સો વધુ ફૂટ્યો હતો. આ કારણે સરફરાજને મેદાનની વચ્ચે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

 ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

પાકિસ્તાનનાં સમર્થકો એટલા ગુસ્સામાં હતા કે, તેમણે ભારતની વિરુદ્ધ મેચની હાર બાદ તુરંત જ મેદાન વચ્ચે પાકિસ્તાની કેપ્ટનની ઈજ્જત ઉતારી દીધી હતી. તાજેતરમાં પાકિસ્તાન સમર્થકનો એક વીડિયો ઘણો વાયરલ થયો છે, જેમા તે પાકિસ્તાન કેપ્ટન સરફરાજને મોટા-મોટા સરફરાજ કહીને બોલાવી રહ્યા છે.

 ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

માન્ચેસ્ટરનાં સ્ટેડિયમમાં મેચ બાદ ઘણા ફેન્સ ભારતીય ટીમને સ્પોટ કરતા દેખાયા તો ઘણા પાકિસ્તાન ટીમનાં ખેલાડીઓનો મજાક ઉડાવતા. એક ફેને તો પાકિસ્તાનનાં કેપ્ટન સરફરાજને મોટા મોટા કહીને ચિડાવ્યો હતો. સરફરાજની સાથે તે સમયે કોચ મિકી આર્થર પણ હાજર હતા. જેના પર તેમનુ ધ્યાન ન ગયુ પરંતુ સરફરાજ પાછળ ફરીને જોઇ રહ્યો હતો કે કોણ તેને મોટા મોટા કહીને ચિડાવી રહ્યુ છે. ભારતથી હાર મળ્યા બાદથી પાકિસ્તાની ફેન્સ પાક ખેલાડીઓને ઇજ્જત ઉછાળી રહ્યા છે. પોઇન્ટ ટેબલની વાત કરીએ તો ભારતની સામે હાર મળ્યા બાદ પાકિસ્તાનની ટીમ પોઇન્ટ ટેબલમાં 9માં નંબર પર પહોચી ગઇ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.