Gujarat News/ JPCની બેઠક બની તોફાની : ઔવેસી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે થઈ તડાફડી, જબરદસ્ત બબાલ

JPC વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષના લોકો સાથે ચર્ચા કરી હતી

Top Stories Gujarat

Gujarat News : વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી JPC ની ટીમ આજે ગુજરાતમાં છે. જેમાં JPC સમક્ષ ગુજરાત સરકાર અને ગુજરાત વક્ફ બોર્ડનું પ્રેઝન્ટેશન કરાયું હતું. JPC વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષના લોકો સાથે ચર્ચા કરી હતી. ત્યારે અમદાવાદમાં JPCની બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. અસદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી સામસામે આવ્યા હતા. JPCની બેઠકમાં વક્ફ બિલ પર ચર્ચા દરમિયાન બોલાચાલી થઈ હતી. જોકે, સંઘવીએ આ મામલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. સંઘવીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે અમે રજૂઆતો કરી છે.

અંદર જે થયું એ જાહેરમાં કહી ન શકાય. ફક્ત અમે એટલું જ કહીશું કે અમે અમારો પક્ષ રાખ્યો છે. વકફ સંશોધન બિલ માટે રચાયેલ JPC આજે ગુજરાત છે. વફક સંશોધન બિલ ની અનિવાર્યતા અંગે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. ગુજરાત વકફ બોર્ડ અને ગુજરાત સરકાર કરશે JPC સમક્ષ પ્રેઝન્ટેશન, વકફ સંશોધન બિલ માટે કુલ 31 સાંસદોની સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. JPC 21 લોકસભા અને 10 રાજ્યસભાના સાંસદોનો સમાવેશ થયો છે. વકફ બોર્ડ અને અન્ય સંબંઘીત પક્ષના લોકો સાથે કરશે ચર્ચા, બેઠકમાં બાર કાઉન્સીલ, વકિલ અશોશીએશન અને મુતાવલી એશોશીએશન પોતાનો પક્ષ રાખશે, વક્ફ બીલ મુદ્દે પાંચ રાજ્યોમાં જેપીસીની બેઠક થશે.

26 સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી પાંચ રાજ્યોના પ્રવાસે જશે. જેપીસી, 26મીએ મહારાષ્ટ્ર,27મીએ ગુજરાત, 28મીએ હૈદ્રાબાદ, 30મીએ ચેન્નાઇ તમિલનાડુ અને 1લીએ બેંગલોર કર્ણાટક ખાતે બેઠક યોજાવાની છે. આજની બેઠકમાં ઔવેસી પણ હાજર રહ્યાં હતા. જેપીસી સાથેની આ બેઠકમાં ઔવેસી અને સંઘવી વચ્ચે બેઠકમાં તડાફડી બોલી ગઈ હતી. સૂત્રો જણાવે છે કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, કઈ બાબતે આ બબાલ થઈ તેની વિગતો બહાર આવી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠાના કાંકરેજના શિહોરીમાંથી મૃતદેહ મળી આવ્યો, જમાઈને અટકાયતમાં લેવાયો

આ પણ વાંચો: સુરતમાં મર્ડરના ફરાર આરોપીની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા, કોર્ટે નોંધ્યું- આ કૃત્ય પશુતુલ્ય, કાયદાનો ડર જરૂરી