Banaskantha News: બનાસકાંઠાના કાંકરેજના શિહોરીના બુકોલિનામાંથી મૃતદેહ મળી આવ્યો છે. હત્યા કર્યા બાદ મૃતદેહ દાટવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જમાઈએ સાસુની હત્યા કર્યા બાદ ગળુ દબાવી દીધું હોવાની આશંકા છે. આમ આ હત્યા કેસમાં જમાઈ તરફ આંગળી ચીંધવામાં આવી છે.
પોલીસે આ આશંકાના આધારે જમાઈની અટકાયત કરી છે. આ ઘટનામાં મામલતદારની સાથે પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. શિહોરી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ મોકલવામાં આવ્યો છે. પોલીસનું માનવું છે કે તેઓ આ કેસને ટૂંક સમયમાં જ ઉકેલી કાઢશે.
પોલીસનું કહેવું છે કે આગળની કાર્યવાહી મૃતદેહનો પોસ્ટમોર્ટમ મળ્યા બાદ કરવામાં આવશે. આ ઉપરાંત મૃતકની કોલ ડિટેલ્સ પણ ચકાસવા માટે ફોરેન્સિકમાં મોકલવામાં આવી છે. તેની સાથે શંકાસ્પદોની કોલ ડિટેલ્સ પણ મેળવવામાં આવી રહી છે. પોલીસને વિશ્વાસ છે કે તેમને ટૂંક સમયમાં આ કેસમાં મજબૂત કડીઓ મળી જશે, તેના પગલે તે ગુનેગારને ઝડપી લેશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા, કોર્ટે નોંધ્યું- આ કૃત્ય પશુતુલ્ય, કાયદાનો ડર જરૂરી
આ પણ વાંચોઃ બીજો પતિ કેમ કર્યો કહી પહેલા પતિએ કર્યુ ડબલ મર્ડર
આ પણ વાંચોઃ વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, છોટાઉદેપુરમાં બની ડબલ મર્ડરની ઘટના