Surat News: સુરતના એસએમસી કમ્યુનિટી હોલમાં ડબલ મર્ડર થયા છે. તેમા પતિ અને પત્નીની હત્યા કરવામાં આવી છે. જૂના પતિએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં આ બનાવ બન્યો છે. આરોપી પતિ જેલમાં બંધ હતો. તેથી પત્નીએ અન્ય વ્યક્તિને પતિ બનાવી રાખ્યો હતો. તેના પગલે પહેલા પતિએ જેલમાંથી પેરોલ પર બહાર આવીને બંનેની હત્યા કરી હતી. આ ઘટના અંગે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના બતાવે છે કે સુરતમાં વૈવિધ્યસભર સમુદાયો વધવાની સાથે-સાથે શહેરમાં ગુનાખોરી પણ વધી રહી છે. સુરત ગુજરાતનું ફક્ત ડાયમંડ જ હબ બની રહ્યું છે તેવું નથી પણ તેની સાથે-સાથે ક્રાઇમ કેપિટલ પણ બનવા જઈ રહ્યું છે. આ બતાવે છે કે કાયદો અને વ્યવસ્થા વૈવિધ્યસભર સમુદાયો વચ્ચે સામંજસ્ય જાળવવામાં અપૂરતી સાબિત રહી છે. તેમા પણ વિભક્ત કુટુંબો અનેક નવા પ્રશ્નો સર્જી રહ્યા છે.
આજે સુરતમાં ગુનાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે તેને પહોંચી વળવા માટે સુરત પોલીસની સંખ્યા ઓછી પડી રહી છે. હજી એક ગુનાની તપાસમાં પોલીસ લાગી હોય ત્યાં બીજા ગુના બનીને ઊભા રહી જાય છે. આ સંજોગોમાં પોલીસ માટે પણ દિવસ વીતવાની સાથે-સાથે કામગીરી વધુને વધુ કપરી થતી જાય છે. મર્યાદિત સંસાધનો વચ્ચે પોલીસે દિનપ્રતિદિન રોજ નવા જ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી દરેક ગુના માટે તેમણે તેમના મર્યાદિત સંસાધનોમાંથી ટોચની અગ્રતા મુજબ ફાળવણી કરવી પડે છે. તેમા પણ રાજકારણીઓની સુરક્ષા તો જાળવવાની જ છે. તેની સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ.
આ પણ વાંચોઃ વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, છોટાઉદેપુરમાં બની ડબલ મર્ડરની ઘટના
આ પણ વાંચોઃ દર્દીની પત્નીના મોહમાં આવેલા ડોક્ટરની હત્યા, હુમલાખોરો દ્વારા હુમલો અને ફોન અકસ્માતમાં ઘાયલ
આ પણ વાંચોઃ કચ્છમાં હવે કાયદાનો ડર રહ્યો નથી : અંજારના ગંગાનાકે ભરબજારે યુવાનની હત્યા
