Bollywood/ 5 G નેટવર્ક કેસમાં જુહી ચાવલાને દિલ્હી હાઈકોર્ટમાંથી મળી રાહત

દિલ્હી હાઈકોર્ટે અભિનેત્રીથી પર્યાવરણવાદી બનેલા જુહી ચાવલા પર લાદવામાં આવેલા દંડ પર રાહત નહીં આપતા તેની અરજી ફગાવી દીધી છે.

Trending Entertainment

દિલ્હી હાઈકોર્ટે અભિનેત્રીથી પર્યાવરણવાદી બનેલા જુહી ચાવલા પર લાદવામાં આવેલા દંડ પર રાહત નહીં આપતા તેની અરજી ફગાવી દીધી છે. ન્યાયાધીશે કહ્યું કે, ચીફ જસ્ટિસના આદેશ હેઠળ 29 જુલાઈએ બીજી બેંચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવશે.

ગયા અઠવાડિયે જસ્ટિસ જે.આર.મિધાએ નિર્દેશ આપ્યો હતો કે આ મામલે જુહી ચાવલા પર લાદવામાં આવેલા 20 લાખ રૂપિયાનો દંડ જમા કર્યા પછી 5 જી ટેક્નોલજી સામેનો તેનો દાવો “ફગાવી દેવા” ને બદલે અસ્વીકાર કરવાના અનુરોધ વાળા આવેદન જસ્ટિસ નરૂલા સમક્ષ સૂચિબદ્ધ થવું જોઈએ. ચાવલાની વકીલે દલીલ કરી હતી કે આ દાવો, “ક્યારેય સુનાવણીના તબક્કે પહોંચ્યો નથી” અને તેને ફક્ત નકારી કાઢી શકાય છે અથવા સિવિલ પ્રોસિજર કોડ અંતર્ગત પરત કરી શકાય છે, બરતરફ નથી.

આ પણ વાંચો :પવિત્ર રિશ્તા 2નું શૂટિંગ શરૂ, માનવ-અર્ચનાનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

જૂનમાં, કોર્ટે 5 જીની રજૂઆત સામે ચાવલા અને બે અન્ય લોકો દ્વારા દાખલ કરેલા દાવાને “ખામીયુક્ત”, “કાયદાની પ્રક્રિયાના દુરૂપયોગ” ગણાવ્યા હતા અને કહ્યું હતું કે “પ્રસિદ્ધિ મેળવવા” માટે તેને દાખલ કરવામાં આવ્યો હતો અને તેને નકારી કાઢવામાં આવ્યો હતો. . જસ્ટિસ મીધાએ કહ્યું હતું કે 5 જી ટેક્નોલોજીને લીધે સ્વાસ્થ્યના જોખમો અંગે સવાલો ઉભા કરનારે આ દાવો “જાળવી શકાય તેવા નથી” અને “બિનજરૂરી ચોંકાવનારા, વ્યર્થ અને ખલેલ પહોંચાડનારા નિવેદનોથી ભરેલો છે”. જે નકારવા યોગ્ય છે.

આ પણ વાંચો : રજનીકાંતે છોડ્યું પોલિટીક્સ, રજની મક્કલ મંદ્રમનો કર્યો ભંગ

આપને જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટે અભિનેત્રી જુહી ચાવલા અને સહ-અરજદારો સામાજિક કાર્યકરો વિરેશ મલિક અને ટીના વાછાણી પર 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને અરજીને ખામીયુક્ત અને કાનૂની પ્રક્રિયાની વિરુદ્ધ ગણાવી હતી.

આ પણ વાંચો : ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા ફિલ્મનું ટ્રેલર રિલીઝ, દમદાર છે અજય દેવગનના ડાયલોગ