સિંઘમની અભિનેત્રી કાજલ અગ્રવાલ આજે લગ્નના બંધનમાં બંધાશે. તેના ઘરે ધાર્મિક વિધિઓ શરૂ થઈ ગઈ છે. મહેંદી સમારોહ બાદ હવે અભિનેત્રીએ હલ્દી સેરેમનીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
https://www.instagram.com/p/CG8SlAVn62R/?utm_source=ig_web_copy_link
આ ફોટામાં કાજલ પીળા રંગના પોશાકમાં જોવા મળી રહી છે. તેમણે ફૂલોથી બનેલા ઘરેણાં કૈરી કર્યા છે અને હલ્દી આખા ચહેરા પર લગાડવામાં આવી છે. આ તસ્વીરમાં કાજલ ખૂબ ખુશ દેખાઈ રહી છે.
https://www.instagram.com/p/CG8grmnnUTu/?utm_source=ig_web_copy_link
આ અગાઉ કાજલે મહેંદી સમારોહનો ફોટો શેર કર્યો હતો, જેમાં તે હળવા ગ્રીન આઉટફિટમાં જોવા મળી હતી. તેણે કેપ્શનમાં લખ્યું છે, “#kajgautkitched”
https://www.instagram.com/p/CG7PbruBMUN/?utm_source=ig_web_copy_link
35 વર્ષની કાજલ તેના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન ગૌતમ કીચલુનો હાથ થામશે. ગયા મહિને બંનેની સગાઈ થઈ હતી. કોરોના વાયરસને કારણે બંને સાદી રીતે લગ્ન કરશે. લગ્ન સમારોહમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો શામેલ હશે.
https://www.instagram.com/p/CG7PzNdhwMC/?utm_source=ig_web_copy_link
કાજલ તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તેમણે હિન્દી ફિલ્મ ‘ક્યોં! હો ગયા ના થી તેણે અભિનયની શરૂઆત કરી હતી. કાજલને અનેક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
https://www.instagram.com/p/CG7eiN7hnLJ/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CG6IGPqHkMh/?utm_source=ig_web_copy_link
