Anand News/ આણંદમાં દુષ્કર્મી કોર્પોરેટરનો ભાઈ કમલેશ પ્રજાપતિ પણ “ઐયાશી”નો શોખીન, પત્નીએ ફોડયો ભાંડો

પત્નીને શંકા જતા બેડરૂમમાં અલગ-અલગ કેમેરા ગોઠવ્યા હતા જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે

Top Stories Gujarat

Anand News : આણંદના દુષ્કર્મી ભાજપ કોર્પોરેટરનો ભાઈ પણ વિકૃત હોવાની વાત સામે આવી છે,દીપુ પ્રજાપતિનો ભાઈ કમલેશ પ્રજાપતિ પણ ઐયાશીનો શોખીન હોવાની વાત સામે આવી છે,પત્ની ઘરે હાજર ના હોય ત્યારે અન્ય મહિલાઓને ઘરે બોલવતો હોવાની વાત સામે આવી છે અને તેમાં પણ પત્નીએ હિડન કેમેરાથી સમગ્ર ઓપરેશન પાર પાડી દીધુ છે.ભાજપના દુષ્કર્મી કોર્પોરેટર બાદ તેના ભાઈ કમલેશ પ્રજાપતિનો પણ વીડિયો વાયરલ થયો છે,વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં કમલેશ પ્રજાપતિ છે કે અન્ય કોઈ છે તે ફલિત થતું નથી પરંતુ સૂત્રો તરફથી માહિતી સામે આવી છે કે તેની પત્નીએ આ વીડિયો હિડન કેમેરામાં કેદ કર્યો હતો.

પત્નીને શંકા જતા બેડરૂમમાં અલગ-અલગ કેમેરા ગોઠવ્યા હતા જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે,તો માહિતી એ પણ સામે આવી છે કે આ ગંદો વીડિયો તેની પત્નીએ જ વાયરલ કર્યો છે.આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કમલેશ પ્રજાપતિ વિરુદ્ધ વર્ષ 2019માં મહેસાણાના કોઈ પોલીસ સ્ટેશનમાં તેની પત્નીએ ફરિયાદ કરી હતી પરંતુ તેને લઈ હજી કોઈ ન્યાય મળ્યો નથી તો જે વીડિયો વાયરલ થયો છે તે વર્ષ 2017નો માનવમાં આવી રહ્યો છે.ત્યારે બન્ને ભાઈઓની કાળી કરતૂસથી પરિવારમાં તો ઠીક પણ સમાજમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.હિડન કેમેરામાં કેદ થયેલી ઘટનાએ શહેરમાં હાહાકાર મચાવી દીધો છે.

બન્ને ભાઈઓ ઐયાશીના શોખીન હોવાની વાત સામે આવી છે.ત્યારે બન્નેની પત્નીઓ આ વાતને લઈ કંટાળી ગઈ છે,એક બાદ એક નવી કરતૂસો આ લોકોની સામે આવી રહી છે જેને લઈ પરિવારમાં અને મિત્ર વર્તુળ હાહાકાર મચી ગયો છે,દીપુ પ્રજાપતિ કોર્પોરેટર ઝડપાય પછી અનેક નવા ખુલાસાઓ થઈ શકે તેવી પોલીસને શંકા સેવાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડની GIDCમાં લાગી ભયંક આગ, કામદારોનો આબાદ બચાવ

આ પણ વાંચો:વલસાડમાં કોલેજ સ્ટુડન્ટ પર રેપ-મર્ડરના કેસમાં પોલીસની અનેક ટીમ કામે લાગી

આ પણ વાંચો:વલસાડમાં ટ્યુશન જવા નીકળેલી કોલેજની વિદ્યાર્થીનીની લાશ મળી આવી