Entertainment News/ કંગના રનૌત સાથે એક જ ફિલ્મ બાદ ચિરાગ પાસવાને બૉલીવુડને કરી દીધું ટા-ટા…! એવું તો શું થયું..?!!

નાનપણમાં ‘દીપુ’ ના હુલામણા નામે બોલાવવામાં આવતા ચિરાગ પાસવાને કંગના રનૌત સાથે એમણે પોતાની પ્રથમ ફિલ્મ કર્યા બાદ બૉલીવુડને ટા-ટા કરી દીધું…

Trending Entertainment

Entertainment News: બૉલીવુડમાં નીલી-નીલી આંખો ધરાવતા હેન્ડસમ ચિરાગ પાસવાન (Chirag Paswan) હીરો બનવાની સફર તો શરુ કરી પણ કંગના રનૌત (Kangana Ranaut) સાથે એક જ ફિલ્મ કર્યા બાદ એ રુપેરી પડદેથી ગાયબ થઇ ગયા! એક જ ફિલ્મમાં હીરો બનીને એમણે બૉલીવુડથી અંતર બનાવી લીધું!! અચાનક એવું તો શું બન્યું કે એમણે બૉલીવુડને બાય-બાય કરી દીધું…!

નાનપણમાં ‘દીપુ’ના હુલામણા નામે બોલાવવામાં આવતા

બિહારની રાજનીતિ (Bihar Politics)માં એક એવું નામ છે જે છેલ્લાં અમુક વર્ષોથી ફલક પર ઉભરીને આવ્યું છે અને એ નામ છે ચિરાગ પાસવાન..! સ્વર્ગસ્થ નેતા રામવિલાસ પાસવાન (Ramvilas Paswan)ના આ સુપુત્ર આજે કેન્દ્રીય મંત્રી બની ચૂક્યા છે અને બિહારની રાજનીતિમાં પોતાનો પગ જમાવી ચૂક્યા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે રાજનીતિમાં પગરણ માંડતા પહેલા ચિરાગની મંઝીલ કંઇક અલગ જ હતી. એ સત્તાની ખુરશી પર નહિં પણ લોકોના દિલો પર હીરો (Hero) તરીકે રાજ કરવાના સપના સેવતા હતા. રામવિલાસ પાસવાનની બીજી પત્ની રીનાના એકમાત્ર સંતાન એવા ચિરાગ પાસવાનને નાનપણમાં ‘દીપુ’ ના હુલામણા નામે બોલાવવામાં આવતા હતા. પિતાના લાડ-પ્યારમાં ઉછરેલા ચિરાગનો ઝુકાવ બાળપણથી જ ફિલ્મો (Films) તરફ જોવા મળતો હતો. ઘરમાં રાજનીતિનું વાતાવરણ હોવા છતાં ચિરાગનું સપનું તો બૉલીવુડ એક્ટર (Bollywood Actor) બનવાનું જ હતું!

બૉલીવુડમાં નસીબ અજમાવી જોયું

એક એવો પણ સમય હતો જ્યારે, હાલ પૂર્ણતયા: રાજનીતિમાં ડૂબેલા ચિરાગ પાસવાનનું ધ્યાન રુપેરી પડદે કૅરિયર (Career) બનાવવા પર કેન્દ્દિત હતું. વર્ષ 2011માં કંગના રનૌત સાથે એમણે પોતાની પ્રથમ ફિલ્મ ‘મિલે ન મિલે હમ’ (Mile Na Mile Hum) કરી હતી. આ ફિલ્મ એમના સપનાનું પ્રથમ પગથિયું તો બન્યું પણ મંઝીલ નહિં! આ મૂવી બૉક્સ ઑફિસ (Box Office) પર ઊંધા માથે પછડાઇ હતી અને રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે એટલું ખરાબ પ્રદર્શન કર્યું હતું કે કેટલાય મલ્ટિપ્લૅક્સના માલિકોએ એને માત્ર 3 દિવસમાં જ પડદેથી હટાવી દીધી! તનવીર ખાન દ્વારા નિર્દેશિત અને અનુજ સકસેના દ્વારા નિર્માણ પામેલી આ મૂવી ચિરાગ પાસવાનની ફિલ્મી સફરનો પ્રથમ અને અંતિમ પડાવ સાબિત થઇ! આ કારમી અસફળતા બાદ ચિરાગે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દેવામાં જ શાણપણ છે, એમ માની લીધું.

ફિલ્મો સાથે નાતો કેમ તોડ્યો?

એક ઇન્ટરવ્યૂમાં ચિરાગે પૂર્ણ ઈમાનદારીથી સ્વીકાર્યું હતું કે, એમને સમયસર સમજ પડી ગઇ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Film Industry) કદાચ એમના માટે નથી બની. એમના શબ્દોમાં જોઇએ તો, “મને એવું મહેસૂસ થયું કે હું આ દુનિયા માટે બન્યો જ નથી…અને જ્યારે આ વાત સ્પષ્ટ થઇ ગઇ ત્યારે મેં એનાથી દૂર રહેવાનો ફેંસલો કરી લીધો! “

હાલ રાજનીતિમાં એમનો સૂરજ મધ્યાહ્ને

ફિલ્મોનો દરવાજો બંધ થયો અને રાજનીતિનો ખૂલી ગયો! પિતાના રાજકીય વારસા અને જનતાના વિશ્વાસ પર ચિરાગે રાજનીતિમાં ડગલું માંડયું અને આજે એ બિહારના પોલિટિક્સમાં કદાવર નેતા (Leader) તરીકે ઉભરી આવ્યાં છે. વર્ષ 2025માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એમની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (LJP)ને, જે હવે એનડીએ (NDA)નો ભાગ છે, એને ગઠબંધનમાં 29 સીટો (Seats) મળેલી છે. હવે તમામ લોકોની નજર એ બાબત પર છે કે, એમની પાર્ટી કેટલી સીટો પર વિજયી ઘોષિત થાય છે. શું ચિરાગ આ વખતે બિહારની રાજનીતિમાં ‘કિંગ મેકર’ બનશે?…કે પછી એમની રાજનૈતિક કૅરિયરમાં કોઇ જુદો જ વળાંક આવશે એ તો આવનારો સમય જ બતાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘હી મેન’ હજુ જીવે છે, શ્વાસ લેવામાં તકલીફથી, ધર્મેન્દ્રનું હોસ્પિટલમાં સ્વસ્થ, હેમા માલિની કર્યું ટ્વિટ

આ પણ વાંચો: હિન્દી ઉપરાંત પંજાબી અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યા પછી, બોલિવૂડના હી-મેનએ સિનેમામાં ઊંડું યોગદાન આપ્યું છે

આ પણ વાંચો: રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ દિવસમાં 7 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું શરૂ કર્યું