Bihar News/ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવા સાથે છઠ મહાપર્વનું સમાપન…ચિરાગ પાસવાન અને નિતીશકુમારે કરી પૂજા…

મુખ્યમંત્રી નિતીશકુમારે પોતાના પુત્ર સાથે અને કેન્દ્રિય મંત્રી ચિરાગ પાસવાને પોતાની માતા સાથે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને છઠ મહાપર્વ નિમિત્તે પૂજા કરી હતી…

India

Bihar News: છઠ પૂજાનું મહાપર્વ (Chhath Puja Festival) ચાર દિવસ સુધી ચાલે છે જે આજે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવા સાથે સંપન્ન થયું હતું. છઠનું વ્રત કરનારા લોકોએ ગંગા નદીના ઘાટ (Ganga Ghat) પર ઉગતા સૂર્યની ઉપાસના કરીને 36 કલાકના નિર્જળા ઉપવાસ (Fast)નું પણ સમાપન કર્યુ હતુ.

બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારે (CM Nitishkumar) પણ પોતાના પુત્ર સાથે છઠ મહાપર્વ નિમિત્તે પૂજા કરી હતી.

કેન્દ્રિય મંત્રી ચિરાગ પાસવાને (Chirag Paswan) પોતાની માતા સાથે પટણામાં પોતાના નિવાસ સ્થાને જ સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યો હતો.

કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) દ્વારા પણ પટણાના ગંગા ઘાટ પર સૂર્યને અર્ઘ્ય આપવામાં આવ્યો હતો.

બિહારમાં ગંગા ઘાટ પર ભારે ભીડ ઉમટી

બિહાર (Bihar)માં પટણા, દરભંગા, મુઝફ્ફરપુર તથા ભાગલપુર સહિત અનેક જિલ્લાઓમાં ગંગા ઘાટ પર ભારે ભીડ ઉમટી પડી હતી. વ્રત ધારીઓએ નદીના જળમાં ઉતરીને ત્યાં ઊભા રહીને ઊગતા સૂર્યને અર્ઘ્ય આપ્યો હતો. પટણાના ગંગા ઘાટ પર શ્રદ્ધાળુઓની અત્યાધિક ભીડ જોવા મળી હતી.

અટલ પથ પર 1 કિલોમીટર લાંબો જામ

સવારે સાડા ચાર વાગ્યાથી જ પટણા (Patna)ના અટલ પથ (Atal Path) પર 1 કિલોમીટર લાંબો જામ થઇ ગયો હતો. એને ઘણી મહેનત અને મથામણ બાદ, પ્રશાસન અને સ્થાનિકો દ્વારા ક્લીયર કરવામાં આવ્યો હતો. આમાં જેપી સેતુ ઘાટ, દીધા ઘાટ 83, દીઘા ઘાટ 88 તથા દીઘા ઘાટ 93 તરફ જનારા લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

70 ઘાટ પર છઠ પૂજાનું મહાપર્વની ઉજવણી

બિહારના 38 જિલ્લાના 70 ઘાટ પર છઠ પૂજા મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ ઘરની છત પર પણ સૂર્યને અર્ઘ્ય આપ્યો હતો. બેન્ડ વાજા સાથે ઘામઘૂમપૂર્વક ગંગા ઘાટ પર વ્રત કરનારા લોકોએ છઠની ઉજવણી કરી હતી. ખગડિયાના પરબત્તા ઘાટ બિહારની પરંપરા અનુસાર લોંડા ડાન્સ (Londa Dance) પણ યોજાયો હતો! બેગૂસરાય (Begusarai)માં ઝમટિયા ઘાટ પર પણ વહેલી સવારથી જ લોકો સૂર્યોદયની રાહ જોતા જોવા મળ્યાં હતા. છઠ વ્રતીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષામાં પોલીસ આખી રાત તૈનાત રહી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચૂંટણીપંચ આજે રાષ્ટ્રવ્યાપી SIRની જાહેરાત કરશે

આ પણ વાંચો:બિહારમાં SIR સંપૂર્ણ રીતે સફળઃ મુખ્ય ચૂંટણી કમિશ્નરનો દાવો

આ પણ વાંચો:SIR વિવાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘આધાર કાર્ડ નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં’