National News : ગુરુવારે સાંજે (ભારતીય સમય મુજબ શુક્રવારે સવારે 5 વાગ્યે) પીએમ મોદી સાથે આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઓફર કરી. તેમણે ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. તેમણે કહ્યું હતું કે જો તેઓ આ બે દેશો વચ્ચેના વિવાદને ઉકેલવામાં મદદ કરી શકે તો તેમને ખુશી થશે. હવે આ મામલે ભારત સરકારનો પ્રતિભાવ આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આની કોઈ જરૂર નથી.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે આ બંને દેશો વચ્ચેનો મામલો છે અને ભારતે હંમેશા આવા મામલાઓમાં દ્વિપક્ષીય અભિગમ અપનાવ્યો છે. તેમણે કહ્યું, ‘આપણા કોઈપણ પડોશી સાથે અમારા ગમે તે મુદ્દાઓ હોય, અમે તેને ફક્ત દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા જ ઉકેલવાનું પસંદ કરીશું.’
ટ્રમ્પે શું કહ્યું?
પીએમ મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે ચીન સંબંધિત એક પ્રશ્ન પર કહ્યું હતું કે, ‘હું ભારત તરફ જોઉં છું. હું ચીન સાથેની સરહદી અથડામણો જોઉં છું. તેઓ ખૂબ ક્રૂર છે, જો હું તેમને રોકવા માટે કંઈ કરી શકું તો મને ખુશી થશે.
ટ્રમ્પે ચીન વિશે શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ચીનનો સામનો કરવાના સંદર્ભમાં તેઓ ભારત-અમેરિકા સંબંધોને કેવી રીતે જુએ છે? તો આના પર ટ્રમ્પે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે ચીન સાથે આપણા સંબંધો સારા રહેશે.’ કોવિડ પહેલા, ચીનના રાષ્ટ્રપતિ શી સાથે મારા સંબંધો ખૂબ સારા હતા. ચીન વિશ્વમાં ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. મને એમ પણ લાગે છે કે તે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં આપણને મદદ કરી શકે છે. મને આશા છે કે ચીન, ભારત, રશિયા અને અમેરિકા બધા સાથે મળીને કામ કરી શકશે. આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ટ્રમ્પે કહ્યું હતું કે, ‘મેં મારા પહેલા કાર્યકાળ દરમિયાન શી જિનપિંગ સાથે પરમાણુ નિઃશસ્ત્રીકરણ વિશે વાત કરી હતી.’ તેમણે સારો પ્રતિભાવ આપ્યો હતો. અમેરિકામાં આપણે સંરક્ષણ પાછળ ૯૦૦ અબજ ડોલર ખર્ચીએ છીએ. ચીન પણ $450 બિલિયન સુધીનો ખર્ચ કરે છે. આપણે આ પૈસા એકબીજા સામે કેમ ખર્ચીએ છીએ? આપણે આ પૈસા સારા હેતુ માટે કેમ ન ખર્ચીએ ?
આ પણ વાંચો: ‘બે દેશના વડાઓ આવી અંગત બાબતો માટે મળતા નથી’, અમેરિકામાં અદાણી મુદ્દે PM મોદીનો જવાબ
આ પણ વાંચો: બ્રહ્મપુત્ર નદી પર ચીનના ‘મેગા-ડેમ’ પર ભારત નજર રાખી રહ્યું છે, કેન્દ્ર સરકારે માહિતી આપી
આ પણ વાંચો: અમેરિકાથી હાંકી કઢાયેલા ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ આ અઠવાડિયે અમૃતસર પહોંચશે
