Not Set/ કરીનાને બદલે કંગનાને લઈને બનાવામાં આવેલી આ ફિલ્મની રીલીઝ ડેટ જાહેર

મુંબઈ, કંગના રાનૌત પોતાની નવી ફિલ્મ ‘મેન્ટલ હે ક્યા’ને લઇને આશાવાદી છે. આ ફિલ્મ 26મી જુલાઇના દિવસે રજૂ કરાશે. પાંચ વર્ષ પહેલા એકતા કપૂર અને કરણ જાહરે ઇમરાન હાશ્મી અને કરીના કપૂરને લઇને એક ફિલ્મ બદ્‌તમીજ દિલની જાહેરાત કરી હતી. ફિલ્મના શુટિંગની તારીખો, લોકેશન સહિતની તમામ બાબતો નક્કી કરી લેવામાં આવી હતી. બાકી પ્રોડક્શન સાથે […]

Uncategorized
arj 3 કરીનાને બદલે કંગનાને લઈને બનાવામાં આવેલી આ ફિલ્મની રીલીઝ ડેટ જાહેર

મુંબઈ,

કંગના રાનૌત પોતાની નવી ફિલ્મ ‘મેન્ટલ હે ક્યા’ને લઇને આશાવાદી છે. આ ફિલ્મ 26મી જુલાઇના દિવસે રજૂ કરાશે. પાંચ વર્ષ પહેલા એકતા કપૂર અને કરણ જાહરે ઇમરાન હાશ્મી અને કરીના કપૂરને લઇને એક ફિલ્મ બદ્‌તમીજ દિલની જાહેરાત કરી હતી.

ફિલ્મના શુટિંગની તારીખો, લોકેશન સહિતની તમામ બાબતો નક્કી કરી લેવામાં આવી હતી. બાકી પ્રોડક્શન સાથે સંબંધિત તમામ બાબતોને પણ પૂર્ણ કરી લેવામાં આવી હતી. જા કે છેલ્લી ઘડીએ ફિલ્મને રોકી દેવામાં આવી હતી.

Related image

ફિલ્મ કેમ રોકવામાં આવી તેને લઇને કોઇ વિગત જાહેર કરવામનાં આવી ન હતી. હવે એવા અહેવાલ સપાટી પર આવ્યા છે કે ફિલ્મ પર ફરી નવેસરથી કામ શરૂ કરવામાં આવ્યા બાદ ફિલ્મ પૂર્ણ થવા આવી છે. ફિલ્મમાં હવે કરીના કપુરની જગ્યાએ કંગના રાણાવત મુખ્ય રોલ કરી રહી છે.

કંગનાએ કરીના કપૂર દ્વારા છોડી દેવામાં આવેલી ફિલ્મ તરત જ સ્વીકારી લીધી હતી. જો કે ફિલ્મનુ નામ બદલીને મેન્ટલ હે ક્યાં રાખવામાં આવ્યુ છે. કગંના રાણાવતે કોઇ પણ નવી શરત મુક્યા વગર આ ફિલ્મ સ્વીકારી લીધી હતી.

Image result for kangana ranaut kareena kapoor

એકતા કપુરની પ્રથમ પસંદગી કરીના કપૂર હતી પરંતુ કરીનાને પાત્ર વધારે બોલ્ડ દેખાતા ફિલ્મ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. કરીનાના ઇન્કાર બાદ આ  ફિલ્મ બનાવવાની યોજના એકતાએ પડતી મુકી હતી. અન્ય અભિનેત્રી પણ રોલ કરશે નહીં તેમ એકતા માની રહી હતી. જો કે કંગના રાણાવત આ પડકારરૂપ રોલ કરવા માટે તૈયાર થઇ ગઇ  હતી.

Image result for kangana ranaut kareena kapoor

તે વિતેલા વર્ષોમાં પણ અનેક રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા રોલ સરળતાથી કરી ચુકી છે. ક્વીન અને રિવોલ્વર રાની જેવી ફિલ્મો કરીને કંગના બોલિવુડમાં બેસ્ટ એક્ટિંગ કુશળતા ધરાવતી હોવાની સાબિતી કેટલીક વખત આપી ચુકી છે. આ એક થ્રીલર ફિલ્મ રહેશે. રાજકુમાર રાવ ફિલ્મમાં કામ કરવા માટે તરત રાજી થઇ ગયો છે. તે પટકથા સાંભળતા જ ખુશ થઇ ગયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન