Gujarat Budget 2024/ ગુજરાતના 2047 સુધીના વિકાસનો રોડમેપ આપતું કનુભાઈનું બજેટ

વિકસિત ગુજરાત@૨૦૪૭ ના અમારા આયોજનમાં ઉદ્યોગોનો મહત્વનો ફાળો રહેશે. હાલના મહત્વના ક્ષેત્રો જેમ કે ટેકસટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, મશીનરી, ઓટોમોબાઇલ વગેરે સાથે સસ્ટેનેબલ મેન્યુફેકચરિંગ માટે સેમિકન્ડેકટર, ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, બેટરી અને તેનાથી સંચાલિત વાહનો આધારિત ઉદ્યોગો ભવિષ્યમાં ગુજરાતના વિકાસના પાયામાં રહે તેવા પ્રયત્નો સરકારે આદર્યા છે.

Top Stories Gujarat
ગાંધીનગરઃ વિકસિત ગુજરાત@૨૦૪૭ ના અમારા આયોજનમાં ઉદ્યોગોનો મહત્વનો ફાળો રહેશે. હાલના મહત્વના ક્ષેત્રો જેમ કે ટેકસટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, મશીનરી, ઓટોમોબાઇલ વગેરે સાથે સસ્ટેનેબલ મેન્યુફેકચરિંગ માટે સેમિકન્ડેકટર, ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, બેટરી અને તેનાથી સંચાલિત વાહનો આધારિત ઉદ્યોગો ભવિષ્યમાં ગુજરાતના વિકાસના પાયામાં રહે તેવા પ્રયત્નો સરકારે આદર્યા છે. તાજેતરમાં યોજાયેલ વાઇબ્રન્ટમ ગુજરાતની ૧૦મી આવૃતિમાં ઉદ્યોગકારોએ દાખવેલ રસ દર્શાવે છે કે ભવિષ્યલક્ષી ઉદ્યોગ ક્ષેત્રે (ન્યુએજ AI/ML, IoT વગેરે) ગુજરાત દેશમાં જ નહી પરંતુ વિશ્વમાં અગ્રણી બની રહેશે.
સ્ટાર્ટ-અપ પ્રતિભાશાળી યુવાઓને ઉદ્યોગ જગત સાથે જોડતી મહત્વપૂર્ણ કડી છે. મને જણાવતાં આનંદ થાય છે કે ગુજરાતે છેલ્લાં ત્રણ વર્ષથી સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાન જાળવી રાખેલ છે. સરકારે ઉચ્ચ તકનીકી શિક્ષણ સંસ્થાઓથી માંડી ઉદ્યોગક્ષેત્રે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
ભક્તિ, શક્તિ તેમજ સંસ્કૃતિના પર્યાયસમા ગરવી ગુજરાતના પરંપરાગત “ગરબા”ને યુનેસ્કો દ્વારા માનવ સભ્યતા માટે “ઇન્ટેં્જિબલ કલ્ચરલ હેરિટેજ” જાહેર કરાયેલ છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. સફેદ રણનાં હાર્દસમા કચ્છના ધોરડોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા “બેસ્ટ ટુરિઝમ વિલેજ” નો એવોર્ડ મળેલ છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રાભાઇ મોદીના દૂરોગામી વિઝનથી વિકાસ પામેલ ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગરના કારણે રાજય MICE (મિટીંગ, ઇન્સેીન્ટીિવ, કોન્ફ રન્સ  અને એક્ઝિબિશન) ઇન્ડાસ્ટ્રી માટે બેસ્ટ ચોઇસ બની રહ્યું છે.
પાંચ આઇકોનિક પ્રવાસન સ્થળોના વિકાસ સાથે પ્રવાસન ક્ષેત્રને ઉત્તેજન આપવા માટે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં નોંધપાત્ર વધારાની જાહેરાત કરવામાં આવેલ હતી. જે અન્વ યે સુનિયોજિત રણનીતિ સાથે અમે આગળ વધી રહ્યાં છીએ. ઉત્તર ગુજરાતના અંબાજી-ધરોઇ-તારંગા-વડનગર વિસ્તારનો વર્લ્ડ કલાસ સસ્ટેનેબલ ટૂરિસ્ટ પિલ્ગ્રિમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. અમારી સરકારના આવા પગલાઓથી પ્રવાસન ક્ષેત્રે મોટા પ્રમાણમાં સારી આવક આપતી રોજગારીના સર્જનની સાથોસાથ સાંસ્કૃતિક ધરોહરનું સંરક્ષણ અને વિકાસ થશે. અયોધ્યાધામ ખાતે ગુજરાતી પ્રવાસીઓની સગવડો અર્થે ગુજરાત યાત્રી ભવન માટે જમીન મેળવી લેવામાં આવેલ છે અને તેના નિર્માણનું કાર્ય ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
અમૃતકાળમાં સેવાક્ષેત્રે વિકાસ દર વધારવા અમારી સરકાર કામ કરી રહી છે. આઇ.ટી., નાણાકીય સેવાઓ, ફિનટેક, પ્રવાસન જેવા ક્ષેત્રોમાં રોજગારીની દૂરોગામી સંભાવનાઓ રહેલી છે. આ ક્ષેત્રના વિકાસ અને મૂડી રોકાણ માટે સરકારે આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી આઇ.ટી./બી.ટી., ઇલેક્ટ્રોનિક્સ, સેમી કન્ડરકટર સેકટર માટે વિવિધ નીતિઓ ઘડેલ છે.
રાજયમાં થયેલ આર્થિક અને સામાજિક વિકાસને કારણે રોજગારીની વિપુલ તકોનું સર્જન થયેલ છે. યુવાધનને રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન મેળવેલ છે. ઉચ્ચ ટેકનિકલ અને મૂલ્યવર્ધન કરનાર ઉદ્યોગો, નવા સેવાકીય સેકટરો અને વૈશ્વિક બજારમાં કુશળ વર્કફોર્સની માંગને પહોંચી વળવા સરકારે યુવાધનને તાલીમબદ્ધ કરવાનો નિર્ધાર કર્યો છે. રાજયના યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું એ અમારી નેમ છે.
આજે ભારત જ્યારે અન્ન સુરક્ષા મેળવી, વિશ્વબજારમાં અન્ય પાકોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિશત કરી રહ્યું છે ત્યારે ગુજરાતે પણ રોકડીયા પાકો જેવા કે કપાસ, તેલીબિયા, મસાલા પાકો અને બાગાયતી પાકો થકી કૃષિ ઉત્પાદનની ગતિ જાળવી રાખેલ છે. શ્વેતક્રાંતિની આગેવાની લઇ દેશમાં દૂધ ઉત્પાદનના ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં ગુજરાતની મહિલાઓએ અગ્રગણ્ય ભૂમિકા ભજવેલ છે. છેલ્લાં દશકમાં કૃષિ અને આનુષાંગિક ક્ષેત્રે ૧૧.૨%નો વૃદ્ધિ દર હાંસલ કરી અન્નદાતાઓની આવક વધારવા કરેલ સંકલ્પને અમારી સરકારે મૂર્તિમંત કરેલ છે.
જળવાયુ પરિવર્તનના પડકારો સામે વસતિની અન્નની જરૂરિયાતને સંતોષવા પ્રાકૃતિક ખેતી અને જાડાધાનને પ્રોત્સાહન આપવું જરૂરી બન્યું છે. રાજયમાં અંદાજે નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થયા છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારી, વધારે ખેડૂતોને આ દિશામાં આકર્ષવા અમારી સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે.
આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત માનનીય શ્રી નરેન્દ્રંભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ હતી. આ યોજના હેઠળ આ વિસ્તારમાં વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬ સુધીમાં માળખાકીય સગવડો તેમજ સામુદાયિક અને વ્યકિતગત વિકાસના કામો માટે `૧ લાખ કરોડનો ખર્ચ કરવાનું સરકારે નક્કી કર્યું હતું, જે દિશામાં સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક ધોરણે હાથ ધરવામાં આવતા કામો માટેની જોગવાઇમાં ૧૦૦% વધારો હું સૂચવું છું.
જુદાજુદા સ્ત્રોતોના જળનો સંચય કરી જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં પાણી પહોંચાડવા માટે નહેરો અને પાઇપલાઇનો થકી વોટરગ્રીડના નિર્માણમાં ગુજરાતે આગવી પહેલ કરી રાજયને જળસુરક્ષા પ્રદાન કરેલ છે. પ્રભુના પ્રસાદ સમા મહામૂલા પાણીના દરેક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે હેતુસર ૨૨ લાખ હેકટરથી વધુ વિસ્તારને સૂક્ષ્મ સિંચાઇ ક્ષેત્રે લાવી ગુજરાતે જળક્રાંતિના મંડાણ કર્યા છે. અમૃતકાળમાં જમીનના અસરકારક ઉપયોગ અને વોટર યુઝ એફિસિયન્સીે દ્વારા પાકોની ઉત્પાદકતા વધારવાની અમારી નેમ છે.
આગામી સમયમાં રાજયમાં, ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના, વધુમાં વધુ વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્ર હેઠળ આવરી લેવાની અમારી નેમ છે. કચ્છમાં ધોરીયા પદ્ધતિ (ફ્લડ ઇરીગેશન)ના સ્થાને નક્કી કરેલ ડેમના સંપૂર્ણ કમાન્ડ  વિસ્તારને ડેમથી ખેતર સુધી પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડી સૂક્ષ્મ સિંચાઇ હેઠળ આવરી લેવામાં આવશે.
રાજયમાં શહેરીકરણની ગતિ વધી રહેલ છે. રાજયની અંદાજે 50 ટકા વસતિ અત્યારે શહેરોમાં વસવાટ કરે છે જે વર્ષ ૨૦૪૭ સુધી વધીને ૭૫% સુધી પહોંચે તેવી ધારણા છે. શહેરો લોકો માટે વસવાટ જ નહી પરંતુ આર્થિક વિકાસના કેન્દ્રો  પણ છે. શહેરોના આયોજનબદ્ધ વિકાસ દ્વારા ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા સરકાર દ્રઢ નિશ્ચયી છે. સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્ર નગર/વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. આ નિર્ણયથી આ શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે.
શહેરી વિકાસ માટે પાણી, રસ્તાઓ, સુએઝ જેવી માળખાકીય સગવડો સાથે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે. અમારી સરકાર શહેરોમાં પ્રદૂષણ નિયંત્રણ અને પ્રાકૃતિક આપદાઓના પડકારો ઝીલી સસ્ટેનેબલ ડેવલપમેન્ટઅની દિશામાં આગળ વધશે. શહેરો સાંસ્કૃતિક ધરોહર અને લોકોના આમોદપ્રમોદ માટે પણ અગત્યના સ્થાનો હોઇ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી નવતર કામો હાથ ધરવામાં આવશે. સુશાસન થકી શહેરી વ્યવસ્થાપનમાં ટેકનોલોજીથી પરિવર્તન લાવી ભવિષ્ય માટે સક્ષમ શહેરોની રચના માટે અમારી સરકાર પગલા લેશે.
માનનીય શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના દૂરોગામી વિઝન અને માર્ગદર્શનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટીનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે. આ પ્રોજેકટના ફેઝ-૧માં ૧૧.૨ કિલોમીટરનું કામ પૂરું થયેલ છે, જ્યારે ફેઝ-2માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. ફેઝ-૩માં ગિફ્ટ સિટી સામે પાંચ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટા વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકારે હવે રિવરફ્રન્ટાને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ-૪ અને ફેઝ-૫ અંતર્ગત રિવરફ્રન્ટર અને સંલગ્ન વિસ્તારનો ઇન્દિનરાબ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે. આમ, રિવરફ્રન્ટવની કુલ લંબાઇ ૩૮.૨ કિલોમીટર થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટઝમાં થશે.
અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની કનેકટિવિટી વધારવા મેટ્રોરૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે. જાહેર પરિવહનના સુદ્રઢીકરણના ભાગરૂપે નવી બસો મૂકવામાં આવી રહેલ છે તેમજ બસ સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહેલ છે. ચાલુ વર્ષે મૂકવામાં આવનાર ૨૦૦૦ નવી બસો ઉપરાંત આગામી વર્ષે એસ.ટી. નિગમ દ્વારા વધુ ૨૫૦૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે.   મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ કરોડો ભારતીયોના આરાધ્ય દેવ અને સાંસ્કૃતિક ઐક્યના  પ્રતિક છે. અમારી સરકાર માટે સુશાસન એટલે રામરાજ્ય!

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ