Murder/ નસવાડીમાં સ્કૂલનાં આચાર્યની કરાઈ હત્યા, હત્યારો પણ શિક્ષક

આજ કાલ માણસોની માનસીકતા કેવા પ્રકારની થઇ ગઇ છે એ કળવુ લગભગ અસંભવ થઇ ગયુ હોય તેવુ લાગી રહ્યું છે. લોકો એક બીજાને મારી નાખતા પણ બીલકુલ ખચકાતા ન હોય તેવા અનેક કિસ્સા સામે આવે છે.

Gujarat Others
mendarda 15 નસવાડીમાં સ્કૂલનાં આચાર્યની કરાઈ હત્યા, હત્યારો પણ શિક્ષક

આજ કાલ માણસોની માનસીકતા કેવા પ્રકારની થઇ ગઇ છે એ કળવુ લગભગ અસંભવ થઇ ગયુ હોય તેવુ લાગી રહ્યું છે. લોકો એક બીજાને મારી નાખતા પણ બીલકુલ ખચકાતા ન હોય તેવા અનેક કિસ્સા સામે આવે છે. હત્યાનાં સામે આવી રહેલા અનેક કિસ્સામાં પણ જ્યારે કોઇ સમજદાર વર્ગ કે વ્યક્તિ દ્વારા આ પ્રકારનું ઘીન કામ કરવામાં આવે છે, ત્યારે તે ખરેખર સમાજ માટે લાલબતી સમાન કિસ્સો કહી શકાય અને જ્યારે હત્યા જેવા ગંભીર પ્રકારનાં ગુનાહમાં જો કોઇ શિક્ષક દ્વારા હત્યા કરવામાં આવી તેવુ સામે આવે ત્યારે તો અત્યંત ક્ષોમ જનક સામાજીક સ્થર સ્થિતિની સાથે સાથે ભયંકર માનસીકતા પણ ઉભરી આવે છે.

murder: પિંજારવાડામાં પારિવારીક મિલકતનાં ઝગડાએ લીધો ભત્રીજાનો ભોગ, ક…

આવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે નસવાડીથી, નસવાડીની રામદેવ નગર સોસાયટીમાં રહેતા લિંડા મોડલ સ્કૂલનાં આચાર્ય મેરામણ પીઠીયાની હત્યા કરી દેવામાં આવી. હત્યારો પણ સામે શિક્ષક હોવાનું જાણવામાં આવી રહ્યું છે. જો કે, હાલ હત્યાનું કારણ જાણવામાં આવી શક્યું નથી.

હત્યારો મરણ જનાર આચાર્યની સામેના મકાનમા રહે છે અને કોલંબા પ્રાથમીક શાળામાં શિક્ષક છે. જી હા, શિક્ષક ભરત પીઠીયા દ્વારા આચાર્યની હત્યા કરી હોવાનું મરણ જનાર આચાર્યનાં ઈજાગ્રસ્ત પત્નીએ કબુલ્યું છે. આચાર્યનાં ઈજાગ્રસ્ત પત્નીના કહેવા પ્રમાણે હત્યારો શિક્ષક મોટો છરો લઈ પતિ(આચાર્ય), પત્ની અને પુત્રી પર તૂટી પડ્યો હતો. હુમલામાં પતિનું મોત થયુ છે, જ્યારે ઈજાગ્રસ્ત બનેલ પત્ની અને પુત્રી સારવાર માટે ખસેડાઈ છે.

Psycho Killer: પોલીસ એન્કાઉન્ટરમાં દાહોદનો સાયકો કિલર ઠાર, 5 પોલીસકર્મીઓ

શિક્ષક હત્યા કરી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ નસવાડી પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા ચારે બાજુ હત્યારા શિક્ષકની શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, શાળાનાં આચાર્ય અને હત્યા કરી ફરાર આરોપી વચ્ચે કુટુંબીક સબંધો હતા અને મારી ને ભાગી જનાર શિક્ષકનાં 9 તારીખ ના લગ્ન હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…