Political/ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર કેમ 135 બેઠકો જીત્યા છંતા પણ ખુશ નથી,જાણો કારણ….

કોંગ્રેસે તાજેતરમાં પૂર્ણ થયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે બહુમતી મેળવીને ભાજપને સત્તા પરથી હટાવી દીધી છે. પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા 224માંથી 135 બેઠકો જીતી હતી,

Top Stories India

કોંગ્રેસે તાજેતરમાં પૂર્ણ થયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે બહુમતી મેળવીને ભાજપને સત્તા પરથી હટાવી દીધી છે. પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા 224માંથી 135 બેઠકો જીતી હતી, પરંતુ તેમ છતાં કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર ખુશ નથી. રવિવારે (21 મે) બેંગલુરુમાં પાર્ટી કાર્યકરો સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે દરેક ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવું જોઈએ. કારણ કે આવતા વર્ષે સામાન્ય ચૂંટણી છે અને તેમાં વધુ સારા પરિણામ આવવા જોઈએ.

શનિવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા ડીકે શિવકુમારે કાર્યકરોને કહ્યું કે હું તમને બધાને એક વાત કહું કે વિધાનસભા ચૂંટણીમાં અમને મળેલી 135 બેઠકોથી હું ખુશ નથી. અમારું ધ્યાન યોગ્ય સ્થાન પર હોવું જોઈએ અને તે છે આગામી સામાન્ય ચૂંટણી. કોંગ્રેસે હવેથી દરેક ચૂંટણીમાં સારો દેખાવ કરવો જોઈએ અને આપણે બધાએ સખત મહેનત કરવાની જરૂર છે. ડીકે શિવકુમારે વધુમાં કહ્યું કે આ માત્ર એક શરૂઆત છે અને જીત સાથે આળસ ન કરવી જોઈએ. કર્ણાટકમાં લોકસભાની 28 સીટો છે.

2019ની ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને એચડી કુમારસ્વામીના જનતા દળ સેક્યુલરે એક-એક બેઠક જીતી હતી. બેંગ્લોર ગ્રામીણમાં કોંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે હાસનમાં જેડીએસને જીત મળી હતી. આ વખતે કોંગ્રેસ લિંગાયત અને અહિંદા મતો સાથે વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખી રહી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે માત્ર 65 બેઠકો જીતી હતી, જ્યારે પાર્ટી 36 ટકા મત મેળવવામાં સફળ રહી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ ચૂંટણી પરિણામો પછી કહ્યું હતું કે પાર્ટી તેની હારના કારણો પર પુનર્વિચાર કરશે અને આગામી વર્ષની લોકસભા ચૂંટણી પહેલા બમણી મહેનત કરશે.