કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી લક્ષ્મણ સવદીના પુત્રની કારે ટક્કર મારતાં 58 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે હુનાગુંડામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 50 પર કુદલસંગમા મોર નજીક સોમવારે રાત્રે આ ઘટના બની હતી જ્યારે કારે ટુ વ્હીલરને ટક્કર મારી હતી અને વાહનના સવારને ઇજા પહોંચાડી હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું. મૃતકની ઓળખ વ્યવસાયે ખેડૂત કુદલેપ્પા બોલી તરીકે થઇ છે.
ઉપમુખ્યમંત્રીના પુત્ર ચિદાનંદ સવદીએ જણાવ્યું હતું કે, ‘હું માનું છું કે મારી કારથી અકસ્માત થયો છે પરતું મારો ડ્રાઇવર કાર ચલાવતો હતો અને તેનાથી અકસ્માત સર્જાયો હતો. હું મારા મિત્રો સાથે બીજી કારમાં હતો, જે સ્થળથી 30 કિલોમીટર આગળ હતી. મને ઘટનાની જાણ થતાં જ હું ત્યાં પહોંચી ગયો અને ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં મદદ કરી હતી.નાયબ મુખ્ય પ્રધાને પણ દાવો કર્યો હતો કે તેનો પુત્ર કાર ચલાવતો નથી. મારા પુત્રએ ફક્ત ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ થવા માટે મદદ કરી.પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
