વિજયની પાર્ટી ટીવીકેએ સીબીઆઈ તપાસની માંગ કરી છે, જ્યારે ભાજપે ડીએમકે સરકાર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
શનિવારે તમિલનાડુના કરુરમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની રેલીમાં નાસભાગ મચી ગઈ હતી. મૃત્યુઆંક 40 પર પહોંચી ગયો છે, જ્યારે 60 થી વધુ ઘાયલ થયા છે. વિજયની રેલી ભીડ માટે ઘાતક સાબિત થઈ હતી. આ ઘટનાએ દોષારોપણનો દોર શરૂ કર્યો છે.
સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી
આ 2025ની સૌથી મોટી નાસભાગની ઘટના હતી. કારણે કે, આ નાસભાસમાં 40 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર મામલે આજે મદ્રાસ હાઇ કોર્ટમાં સુનાવણી થવાની છે. મહત્વની વાત એ છે કે, અભિનેતા વિજયની તમિલગા વેત્રી કઝગમ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, આ એક કાવતરૂ હતું. જેથી પાર્ટીએ આ કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી માંગણી કરતી અરજી દાખલ કરી છે.
આ નાસભાગ ડીએમકે પાર્ટીનું ષડયંત્ર હતુંઃ TVK
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે બપોર 2 વાગ્યા બાદ આ કેસમાં સુનાવણી કરવામાં આવી શકે તેવી સંભાવનાઓ છે. TVK પાર્ટીના વકીલે એવું કહ્યું છે કે, આ નાસભાગ ગુનાહિત ષડયંત્ર છે. જેથી હાઈ કોર્ટમાં અપીલ કરી છે કે, આ મામલે એક એસઆઈટીની રચના કરવામાં આવે અને સીબીઆઈ દ્વારા ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે! TVK પાર્ટી પાસે ગુનાહિત ષડયંત્રના પુરાવા અને કેટલાક સીસીટીવી વીડિયો પણ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. TVK પાર્ટીનો આરોપ છે કે, ડીએમકેના નેતાઓ દ્વારા આ ગુનાહિત કાવતરૂ કરવામાં આવ્યું હતું.
તમિલનાડુ પોલીસે આરોપોને નકાર્યા
વિજયની પાર્ટીના આરોપોને નકારી કાઢતા, તમિલનાડુ પોલીસે જણાવ્યું હતું કે લાઠીચાર્જ કે પથ્થરમારાનો કોઈ બનાવ બન્યો નથી. પોલીસે જણાવ્યું હતું કે કરુર રેલી દરમિયાન પાર્ટીના નેતૃત્વએ સત્તાવાર સૂચનાઓનો અનાદર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વિજય આવતાની સાથે જ ભીડ બેકાબૂ બની ગઈ હતી. ભીડ તેને જોવા માટે આગળ વધી ગઈ હતી. પરિણામે, યુવાનો અને હાજર લોકોને કાબુમાં લેવા મુશ્કેલ બન્યા હતા.
વિજયના ઘરને ઉડાવી દેવાની ધમકી
આ સમગ્ર ઘટના વચ્ચે, એવા સમાચાર પણ સામે આવ્યા કે વિજયના ઘરને ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. જોકે, આ ઘટના અને લોકોની પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને, વિજયના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
______________________________________________________________________________________________________
આ પણ વાંચો: tamilnadu news/તમિલ એક્ટર વિજયની રેલીમાં નાસભાગ થતા બાળકો સહિત 29 લોકોનાં મોત, 30થી વધુ ઘાયલ
આ પણ વાંચો: National News/કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમિલનાડુમાં થયેલી ભાગદોડ અંગે રિપોર્ટ માંગ્યો, અભિનેતા વિજયની
આ પણ વાંચો: tamilnadu news/તમિલનાડુના થયેલી નાસભાગમાં 39 લોકોના મોત અને 50 થી વધુ લોકો ઘાયલ, ગૃહ મંત્રાલયે માંગ્યો જવાબ
