Not Set/ કાશ્મીર/ 1 કરોડ લઇને જતી JK બેંકની કેશ વાન ખાઇમાં ખાબકી, 4 કર્મચારીઓનાં મોત

કાશ્મીરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જો કે આ દુખડ ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. હકીકત આવી છે કે  શ્રીનગરનાં બાની શહેર નજીક જમ્મુ-કાશ્મીર બેંકની એક કેશ વાન 500 મીટર ઉંડી ખાઈમાં પડી ગઈ હતી. બેંકની કેશ વાનને જ્યારે આ અકસ્માત નડ્યો ત્યારે તેમાં એક કરોડ રૂપીયા રોકડા ભરેલા […]

India
jk bank van કાશ્મીર/ 1 કરોડ લઇને જતી JK બેંકની કેશ વાન ખાઇમાં ખાબકી, 4 કર્મચારીઓનાં મોત
કાશ્મીરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જો કે આ દુખડ ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. હકીકત આવી છે કે  શ્રીનગરનાં બાની શહેર નજીક જમ્મુ-કાશ્મીર બેંકની એક કેશ વાન 500 મીટર ઉંડી ખાઈમાં પડી ગઈ હતી. બેંકની કેશ વાનને જ્યારે આ અકસ્માત નડ્યો ત્યારે તેમાં એક કરોડ રૂપીયા રોકડા ભરેલા હતા અને તે પોતાની બેંકની રોકડ વ્યાવસ્થામાં કારત હતી. જો કે અકસ્માતમાં ચાર બેંક કર્મચારીઓનાં મોત નીપજ્યાં હોવાનું પણ સામે આવી રહ્યું છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે વેનમાં બેંકના 1 કરોડ રૂપિયા હતા. તે કઠુઆથી બની આવી રહી હતી. આ અકસ્માત બાનીથી લગભગ 17 કિમી દૂર થયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે અને કેશિયર કેવલ શર્મા, ડ્રાઇવર વિક્રમ સિંઘ, ગનમેન યશ પાલ અને હરવંશ સિંહ આ દુર્ઘટનાનાં દુર્ભાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, વાનમાં રહેલી તમામ રોકડ સુરક્ષીત છે. પોલીસ દ્વારા જાણકારી આપવીમાં આવી હતી કે, વાનમાંથી એક કરોડ રૂપિયાની રોકડ રકમ મળીને જમ્મુ-કાશ્મીર બેંકની બાની શાખાને સોંપવામાં આવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.