Tellywood/ કાવ્યા’ને બર્થ ડે પર પતિએ આપી ધમાકેદાર સરપ્રાઈઝ, ગોવાનું કહીને સેલિબ્રેશન માટે લઈ ગયો આ સ્થળે જુઓ તસ્વીરો

મદાલસાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એરપોર્ટ અને ફ્લાઈટમાં બેઠા હોવાનો વિડીયો શેર કર્યો હતો.

Photo Gallery
Untitled 379 કાવ્યા'ને બર્થ ડે પર પતિએ આપી ધમાકેદાર સરપ્રાઈઝ, ગોવાનું કહીને સેલિબ્રેશન માટે લઈ ગયો આ સ્થળે જુઓ તસ્વીરો

 

‘અનુપમા’ સીરિયલની એક્ટ્રેસ મદાલસા શર્મા  પોતાનો બર્થ ડે સેલિબ્રેટ  કર્યો હતો . મદાલસાને બર્થ ડે પર પતિ મિમોહ ચક્રવર્તી તરફથી સરપ્રાઈઝ મળી છે. બર્થ ડેની આગલી સાંજે જ મિમોહે મદાલસાને સરપ્રાઈઝ આપી હતી.

પતિ મિમોહે આપેલી સરપ્રાઈઝ અંગે વાત કરતાં મદાલસાએ કહ્યું, “‘અનુપમા’ના શૂટિંગમાંથી મને ત્રણ દિવસની રજા મળી છે. તો મેં મારા પતિને આ વિશે જણાવ્યું પણ મને ક્યાં ખબર હતી કે, તે મારી બર્થ ડે માટે કંઈક પ્લાન કરી દેશે. તેણે મને કહ્યું કે, આપણે ગોવા જઈશું. આ સાંભળીને હું ખુશ થઈ ગઈ કારણકે બે-ત્રણ દિવસની ટ્રીપ અને ક્વોલિટી ટાઈમ વિતાવા માટે આનાથી વધુ સારી જગ્યા કઈ હોઈ શકે.

Untitled 378 કાવ્યા'ને બર્થ ડે પર પતિએ આપી ધમાકેદાર સરપ્રાઈઝ, ગોવાનું કહીને સેલિબ્રેશન માટે લઈ ગયો આ સ્થળે જુઓ તસ્વીરો

પરંતુ ગઈકાલે જ્યારે અમે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે મને ખબર પડી કે મિમોહે માલદીવ્સની ટ્રીપ પ્લાન કરી છે. મને સુખદ આશ્ચર્ય થયું અને તેની આ સરપ્રાઈઝ પસંદ પણ આવી. મને જરાય અંદાજો નહોતો કે તેણે આ ટ્રીપ પ્લાન કરી છે. હાલ તો હું માલદીવ્સમાં છું અને મારા બર્થ ડે વેકેશનને માણી રહી છું.

https://www.instagram.com/reel/CUOzAviIkkw/?utm_source=ig_embed&ig_rid=1f50bd1a-567a-4def-a898-4f2274e0421b

એક દિવસ અગાઉ જ મદાલસાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એરપોર્ટ અને ફ્લાઈટમાં બેઠા હોવાનો વિડીયો શેર કર્યો હતો. તેણે વિડીયો શેર કરતાં લખ્યું, “ચાલો જઈએ. બર્થ ડેની પૂર્વ સંધ્યાએ સરપ્રાઈઝ મળી હતી

https://www.instagram.com/reel/CURwyysJGv_/?utm_source=ig_embed&ig_rid=1a2166be-41a8-4d5e-ac2e-39c5821c0ba2

માલદીવ્સ પહોંચ્યાને મદાલસા અહીંના ભૂરા સમુદ્રને માણી રહી છે. મદાલસાએ પોતાની સુંદર તસવીરો શેર કરી છે. આ ઉપરાંત બર્થ ડેની આગલી રાત્રે કરેલા સેલિબ્રેશનની નાનકડી ઝલક પણ બતાવી છે. બર્થ ડે ગર્લ માટે નાનકડી કેક મગાવામાં આવી હતી. શેમ્પેઈન ગ્લાસ અને બર્થ ડે કેક સાથે ઊભેલી મદાલસા ખૂબ ખુશ દેખાઈ રહી હતી.

Untitled 377 કાવ્યા'ને બર્થ ડે પર પતિએ આપી ધમાકેદાર સરપ્રાઈઝ, ગોવાનું કહીને સેલિબ્રેશન માટે લઈ ગયો આ સ્થળે જુઓ તસ્વીરો

આ ઉપરાંત મદાલસાએ માલદીવ્સથી જ સેલિબ્રેશનની ઝલક દેખાડતો એક વિડીયો શેર કરીને સૌનો આભાર માન્યો છે. તેણે લખ્યું, “આજે તમે સૌએ મને જે શુભેચ્છાઓ આપી છે તેનાથી મારું દિલ કૃતજ્ઞતા અને પ્રેમથી ભરાઈ ગયું છે. લવ યુ વેરી વેરી મચ❤️”. વિડીયોમાં જોઈ શકો છો કે મદાલસા લાઈટ પર્પલ રંગના ટોપ અને બ્લેક રંગના શોર્ટ સ્કર્ટમાં ખૂબસૂરત લાગી રહી છે.

મદાલસાને બર્થ ડે પર તેના ‘અનુપમા’ના કો-એક્ટર્સ તરફથી પણ શુભકામના મળી રહી છે. વનરાજનો રોલ કરતાં એક્ટર સુધાંશુ પાંડેએ મદાલસા સાથેની ઓફ-સ્ક્રીન મસ્તીની તસવીર શેર કરતાં લખ્યું, “મેં જેની સાથે કામ કર્યું છે તેમાંથી સૌથી સારી, દયાળુ અને કોમળ દિલની વ્યક્તિને જન્મદિવસની શુભકામના. ભગવાન તને હંમેશા હસતી રાખે.”

Instagram will load in the frontend.