ઉત્તરાખંડનાં ઊંચાઈવાળા વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. ભારે હિમવર્ષાનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેદારનાથ મંદિર બરફની જાડી ચાદરથી ઢંકાયેલું છે. બદ્રીનાથની સાથે યમુનોત્રી, ગંગોત્રી અને ઓલીમાં પણ હિમવર્ષા થઈ છે.

આ પણ વાંચો – ગુજરાત / પાટીદારો પરના તમામ કેસો પાછા ખેંચાશે, શહીદના પરિવારને નોકરી આપવામાં આવશે : CMનું આશ્વાસનો
ઉત્તરાખંડનાં ઉંચા વિસ્તારોમાં રવિવારથી જ બરફ પડી રહ્યો છે. ઔલી, બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ, નીતિ મલારી ખીણ અને અન્ય ઉંચાઇવાળા વિસ્તારોમાં પર્વતો બરફનાં સફેદ ધાબળાથી ઢંકાયેલા છે. હિમવર્ષાનાં કારણે રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં હવામાનની મહેરબાનીથી પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.

જો કે ઘણીવાર ડિસેમ્બરનાં અંત સુધી હિમવર્ષાનાં કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા પહાડો પર પહોંચી જતા હોય છે, પરંતુ આ વખતે ડિસેમ્બરની શરૂઆતમાં જ હિમવર્ષાનાં કારણે પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોને અહી આગામી દિવસોમાં વધુ હિમવર્ષાની આશા છે. રવિવારની રાત્રે અને સોમવારે સમગ્ર જિલ્લામાં ઊંચાઇવાળા સ્થળોએ વરસાદ અને હિમવર્ષાનાં કારણે ઠંડીમાં વધારો થયો છે.

આ પણ વાંચો – કોલસેન્ટર કૌભાંડ / VOIP EXCHANGE કોલ સેન્ટર ઝડપાયું, પાકિસ્તાનથી પણ અનેક કોલ આવ્યા હોવાનું ખુલ્યું
સોમવારે ઠંડીથી બચવા લોકોએ આગનો સહારો લીધો હતો. કેદારનાથમાં ભારે હિમવર્ષા થઈ છે, જેના કારણે અહીં એક ફૂટથી વધુ બરફ જમા થઈ ગયો છે. લલિત રામદાસજી મહારાજ લાંબા સમયથી કેદારનાથમાં તપસ્યા કરી રહ્યા છે. તે ઉનાળાની સાથે શિયાળામાં પણ અહીં સતત પડાવ નાખે છે. તેમણે જણાવ્યું કે, કેદારનાથ ધામમાં રવિવારથી બરફ પડી રહ્યો છે. મોટાભાગનાં વિસ્તારોમાં બરફની સફેદ ચાદર પાથરી દેવામાં આવી છે. જ્યારે મદમહેશ્વર, તુંગનાથ અને ચંદ્રશિલામાં હિમવર્ષા થઈ છે. મુખ્ય મથક સહિત જિલ્લાનાં મોટાભાગનાં વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે.
