ધાર્મિક/ ગુરુવારે આ વાતોનું રાખશો ધ્યાન તો જીવનમાંથી દૂર થશે દરિદ્રતા

આ દિવસે નિષ્ઠાથી તેમની પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

Dharma & Bhakti
Untitled 399 ગુરુવારે આ વાતોનું રાખશો ધ્યાન તો જીવનમાંથી દૂર થશે દરિદ્રતા

ગુરુવારનો દિવસ ભગવાન બૃહસ્પતિ દેવ એટલે કે વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે નિષ્ઠાથી તેમની પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. આવી સ્થિતિમાં જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છો, તો આજે અમે તમને કેટલીક એવી વાસ્તુ ટીપ્સ જણાવીએ છીએ જે તમારી આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે.

1. દર ગુરુવારે ભગવાન શ્રીહરિના મંદિરે દર્શન કરવા અને સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી જીવનના તમામ દુ:ખોનો અંત આવે છે. ધંધા, વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ થવાથી સાથે જીવનમાં આવતી બાધાથી છૂટકારો મળે છે.

2. ગુરુવારે તુલસીના છોડને કાચું દૂધ ચઢાવવાથી પ્રગતિનો માર્ગ ખુલે છે. ઘરમાં સકારાત્મક ઉર્જા રહેવાથી પૈસાથી સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

3. આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ અને ભગવાન શ્રીહરિને પીળા ફુલ ચઢાવવા જોઈએ.

4. આ દિવસે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પર જતા પહેલા પીળી મીઠાઈ ખાવી પણ શુભ ગણાય છે.

આ મંત્રનો જાપ કરો

તમારા જીવનની મુશ્કેલીઓ દૂર કરવા, સુખ, સમૃદ્ધિ જાળવવા માટે દર ગુરુવારે ॐ ગ્રાં ગ્રીં ગ્રોં સ: ગુરુવે નમ: મંત્રનો 108 વખત જાપ કરો.

ગુરુવારે ન કરવા આ કામ

-ગુરુવારે વાળ ન ધોવા

– નખ અને વાળ કાપવા પણ નહીં.

– કપડા પણ ન ધોવા જોઈએ.