Kerala Thrissur Road Accident: કેરળના ત્રિશૂર જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તમિલનાડુના એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે. એકસાથે આઠ યુવાનોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
STORY | Eight killed as car rams into parked lorry in Keralam’s Thrissur
Eight people, believed to be students from neighbouring Tamil Nadu, have been killed in a tragic road accident in central Keralam’s Thrissur district, police said on Saturday.
READ: https://t.co/PSaeLyLfQS… pic.twitter.com/q4p095dcCY
— Press Trust of India (@PTI_News) September 5, 2026
ઊભેલી ટ્રક સાથે કારની જોરદાર ટક્કર
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત કેપમંગલમ વિસ્તારના પનમ્બિકુન્નુ ખાતે રાત્રે લગભગ 11:40 વાગ્યે થયો હતો. વિદ્યાર્થીઓ(Kerala) જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે રસ્તા પર ઊભેલી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસમાતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, અકસ્માતની ગંભીરતા એટલી વધારે હતી કે કારમાં સવાર કોઈપણ વિદ્યાર્થીને બચાવી શકાયો નહોતો.
#WATCH | Keralam: Eight people killed after a car rammed into the rear of a parked goods lorry on the National Highway at Kaipamangalam in Thrissur district. The accident occurred around midnight at Panambikunnu Centre.
Visuals from the spot. pic.twitter.com/751qMvvGjC
— ANI (@ANI) September 5, 2026
તમિલનાડુના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ હતા
મળતી માહિતી પ્રમાણે, મૃતકો તમામ તમિલનાડુના ડિંડીગુલની એક એન્જિનિયરિંગ કોલેજમાં(Kerala) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા. તેઓ ગુરુવાયુરથી કોડુંગલ્લુર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં(Kerala) સામેલ કારનું રજિસ્ટ્રેશન તમિલનાડુના મદુરૈનું હોવાનું પોલીસે જણાવ્યું છે. અકસ્માત બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.
હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તેની વિગતો મેળવવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને ભારે આઘાતમાં મૂકી દીધા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં દુ:ખદ અકસ્માત, શાળાનો ગેટ તૂટી પડતાં વિદ્યાર્થીનું મોત
આ પણ વાંચો: વાયનાડ ભૂસ્ખલનમાં સેના-NDRFના સૈનિકોએ 481 લોકોને રેસ્કુય કર્યા, 151ના મોત અને 128 ઘાયલ
આ પણ વાંચો:મુંબઈમાં બે છોકરાઓ ત્રણ કરોડની કારમાં વેચી રહ્યા છે ચા, ઓડી બની લીધે ટી સ્ટોલ, જાણો કારણ
