Gurpatwant Singh Pannu Khalistan/ રશિયા પર ખાલિસ્તાની થયા ગુસ્સે, કહ્યું- ભારત સાથે મળીને નિજ્જરને માર્યો

World News : SFJ એ દાવો કર્યો કે કેનેડામાં રશિયન એમ્બેસીએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર(Hardipsinh Nijjar)ના ટેલિગ્રામ એકાઉન્ટને હેક કરીને ભારતીય ગુપ્તચર એજન્સીઓને માહિતી આપવામાં આવી હતી.

World Trending
Copy of Copy of Copy of Cricket Tutorials YouTube Thumbnail 32 રશિયા પર ખાલિસ્તાની થયા ગુસ્સે, કહ્યું- ભારત સાથે મળીને નિજ્જરને માર્યો

World News : આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)એ કેનેડા(Canada)માં રશિયન રાજદૂત પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ ખાલિસ્તાની આતંકવાદી સંગઠનનું કહેવું છે કે, રશિયા(Russia)એ ભારત(India) સાથે મળીને નિજ્જરને માર્યો હતો. તેણે કેનેડા(Canada)માં રશિયન(Russian) રાજદૂત વ્લાદિમીર સ્ટેપનોવ અને યુએસ(US)માં ભારતીય(Indian) રાજદૂત વિનય ક્વાત્રાની જાહેર પ્રવૃત્તિઓને શોધી કાઢવા માટે $ 25,000 (રૂ. 21 લાખ) ના ઈનામની જાહેરાત કરી છે. SFJ એ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં રશિયાએ ભારતનું સમર્થન કર્યું હતું.

SFJ ના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુ (Gurapatvantsinh Pannu) એ દાવો કર્યો છે કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અને ભારત(India) માટે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન(Putin)નું સમર્થન ખાલિસ્તાન તરફી શીખો માટે ખતરો છે.” તેણે આરોપ લગાવ્યો કે સ્ટેપનોવ અને ક્વાત્રા યુએસ (US) અને કેનેડા(Canada)માં ખાલિસ્તાન(Khalistan) તરફી શીખો વિરુદ્ધ જાસૂસી નેટવર્ક ચલાવતા હતા.

SFJએ દાવો કર્યો હતો કે કેનેડામાં રશિયન એમ્બેસી(R.A.)એ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર(Hardipsinh Nijjar)ના ટેલિગ્રામ એકાઉન્ટને હેક કરીને ભારતીય ગુપ્તચર એજન્સીઓને માહિતી આપી હતી. આ માહિતીના આધારે નિજ્જરની 18 જૂન 2023ના રોજ હત્યા કરવામાં આવી હતી. SFJએ એમ પણ કહ્યું હતું કે રશિયન એજન્સીઓએ પન્નુ(Pannu)નું ટેલિગ્રામ એકાઉન્ટ પણ હેક કર્યું હતું અને તેની પ્રવૃત્તિઓ વિશેની માહિતી ભારતના RAW અધિકારીઓને આપી હતી, જેના કારણે તેની વિરુદ્ધ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

પન્નુ(Pannu)એ આ આરોપ એવા સમયે લગાવ્યો છે, જ્યારે ભારત(India) અને કેનેડા(Canada) વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવ છે. ભારતે SFJના આ આરોપોને ફગાવી દીધા છે અને તેને પન્નુ(Pannu)નું ઉશ્કેરણીજનક કાવતરું ગણાવ્યું છે. નિષ્ણાતો માને છે કે SFJની પ્રવૃત્તિઓ ખાલિસ્તાની એજન્ડાને પ્રોત્સાહન આપવા અને ભારત(India) વિરુદ્ધ વૈશ્વિક સમર્થન મેળવવાની વ્યૂહરચનાનો એક ભાગ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેનેડા અમારું છે, તમે બધા જાઓ… હવે ખાલિસ્તાનીઓ કેનેડિયનોને ભગાડી રહ્યા છે, જેને ટ્રુડોએ પોષણ આપ્યું તે ડંખ મારશે!

આ પણ વાંચો: ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુ સામે NIA દ્વારા મોટી કાર્યવાહી, આ મિલકતો જપ્ત

આ પણ વાંચો: હિંદુઓમાં ડર, ખાલિસ્તાની ધમકીને કારણે ભારતીય શિબિર રદ