Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)માં શહેરનાં પોશ વિસ્તારમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital)માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ ખોટી રીતે એન્જીયોપ્લાસ્ટી અને એન્જીયોગ્રાફી કરવા ખ્યાતિ હોસ્પિટલના તબીબો દ્વારા કડીના બોરીસણા ગામના બે દર્દીઓના બિનજરૂરી એન્જીયોપ્લાસ્ટીના કારણે મોત થયા હતા. ચેરમેન કાર્તિક પટેલ, સીઈઓ ચિરાગ રાજપૂત, ડો.પ્રશાંત વજીરાની, ડો. સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારી વિરુદ્ધ હત્યા, છેતરપિંડી અને અન્ય ગુના હેઠળ કુલ 3 FIR નોંધવામાં આવી હતી. જેમાં નાસતોફરતો ખ્યાતિ હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.

આ પહેલાં ખ્યાતિકાંડમાં સંડોવાયેલા રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલના ડિરેકટરની ધરપકડ કરી હતી. ખ્યાતિકાંડમાં તાજેતરમાં ધરપકડ કરાયેલ રાજશ્રી કોઠારી ઉપરાંત ડો. પ્રશાંત વઝીરાણી, ચિરાગ પટેલ, રાહુલ જૈન, પ્રતીક યોગેશભાઇ હીરાલાલ ભટ્ટ, પંકિલ પટેલ, અને ડો. સંજય પટોળિયાની અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ, ધોળકાના રૂપાલ ગામમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા
આ પણ વાંચો:સર્જરીમાં મૃત્યુઆંક વધ્યો 2 નહીં પરંતુ 5 લોકોના મોત,ખ્યાતિ હોસ્પિટલ કાંડમા મોટો ખુલાસો
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલે ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં પણ બોરીસણા જેવો જ કાંડ કર્યો
