એલેન માસ્ક દ્વારા સંચાલિત ટેસ્લાને ટ્ક્કર આપવા માટે દક્ષિણ કોરિયાની નંબર 2 નિર્માતા કિયાએ તેની ઇલેક્ટ્રિક કાર ઇવી 6 નું અનાવરણ કર્યું, એક સમર્પિત મંચ પર નિર્મિત કંપનીનું પહેલું ઓલે ઇલેક્ટ્રિક મોડલ છે. તેને એક વાર ચાર્જ કર્યા પછી 500 કિલોમીટરથી વધું સમય ચાલી શકે છે.

ઇવી 6 ની કિંમત લગભગ 45 કરોડથી 5.5 કરોડ વૉન ( 40,000 ડોલર અને, 48,500 ડોલર) છે, જે ટેસ્લાની એન્ટ્રી-લેવલ ઓલ-ઇલેક્ટ્રિક સેડાન જેવી જ છે. ઓનલાઇન વર્લ્ડ પ્રીમિયર ઇવેન્ટમાં દક્ષિણ કોરિયાના નંબર 2 કાર ઉત્પાદકે તેની ક્રોસઓવર ઇવી 6 નું પ્રદર્શન કર્યું.

ઇવી 6 કિયા તેની 11 સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનોની યોજના હેઠળ આવનારી ઇવી 6 એ પહેલી ઇલેક્ટ્રિક કાર છે જે કંપનીએ 2026 સુધીમાં તેની ઇવી ડ્રાઇવ માટે તૈયાર કરી છે. ઓટોમેકરના અન્ય ઇવી મોડલ નીરો અને સોલ છે, જે ગેસ અને હાઇબ્રિડ વેરિએન્ટ સાથે રજૂ કરવામાં આવ્યા છે. કિયાના પ્રમુખ સોન્ગ હો-સુંગએ ઓનલાઇન પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, કિયા તરફથી ઇવી 6 એ પહેલું મોડલ છે.

તેમણે કહ્યું કે ઇવી 6 એ પ્રતિકાત્મક મોડલ છે. જે કિયાની મધ્યમ અને લાંબા ગાળાની યોજના હેઠળ વિકસિત કરવામાં આવી છે, ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, આ મોડલ બે બેટરી પેકના બે વિકલ્પો પ્રદાન કરશે. આમાં એક વિકલ્પ સ્ટાન્ડર્ડ 58-કિલોવોટ-કલાક (કેડબ્લ્યુએચ) બેટરી સાથે ઉપલબ્ધ થશે, જ્યારે બીજો વિકલ્પ લાંબા અંતર સાથે 77.4 કેડબ્લ્યુએચ સાથે મળશે. કંપનીએ કહ્યું કે 800-વોલ્ટ સિસ્ટમવાળા લાંબા અંતરનાં મોડલ એક જ ચાર્જ પર 510 કિલોમીટરથી વધુની મુસાફરી કરી શકે છે, આ સિવાય, ફક્ત 18 મિનિટમાં 80 ટકા જેટલી બેટરી ચાર્જ કરવાની ક્ષમતા પણ છે. ઇવી 6 એ અન્ય ઇ.વી. કરતા વધુ જગ્યા સાથે સારુ ઇન્ટિીયર મળશે. કંપનીએ કહ્યું કે તેનું લક્ષ્ય આ વર્ષે વૈશ્વિક સ્તરે 30,000 યુનિટ વેચવાનું છે અને આવતા વર્ષે 100,000 યુનિટ વેચવાનો લક્ષ્યાંક છે.
