સોશિયલ મીડિયા એપ્લિકેશન્સની વાત કરીએ તો ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે વોટ્સએપનો ઉપયોગ ન કરતો હોય અને સામાન્ય રીતે વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટ જરૂરી હોય છે. ઘણી વખત એવું બને છે કે તમારા ફોનનું ઈન્ટરને પેક ખતમ થઈ જાય છે અથવા તમે જ્યાં હોવ ત્યાં નેટવર્ક આવતું નથી. આવી સ્થિતિમાં WhatsApp જેવી ઘણી એપ કામ કરવાનું બંધ કરી શકે છે. અમે તમારા માટે એવી ટ્રિક વિશે માહિતી લાવ્યા છીએ જેથી તમે ઇન્ટરનેટ વગર વોટ્સએપનો ઉપયોગ કરી શકશો.
આ ટ્રિકથી ઇન્ટરનેટ વગર WhatsAppનો ઉપયોગ કરો
આપને જણાવી દઈએ કે ઈન્ટરનેટ વગર વોટ્સએપનો ઉપયોગ કરવો અશક્ય લાગે છે પણ એવું નથી. જો તમે ઇન્ટરનેટ વગર WhatsAppનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે તેના માટે એક એક્સ્ટ્રા ખાસ સિમ ખરીદવાની જરૂર છે.
આ ખાસ સિમ કાર્ડનો ઉપયોગ કરો
ચેટસિમ નામનું ખાસ સિમ કાર્ડ તમને ઇન્ટરનેટ વગર વોટ્સએપનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. આ સિમ કાર્ડ ખરીદવું કોઈ મુશ્કેલ કામ નથી, તમે તેને ઓનલાઈન ખરીદી શકો છો. કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ પરથી અથવા તમે સીધા ચેટસિમની વેબસાઈટ પરથી ઓર્ડર કરી શકો છો. તમને જણાવી દઈએ કે તમે તમારા સ્માર્ટફોનમાં આ સિમ કાર્ડ સરળતાથી નાખી શકો છો.
ચેટસિમમાં શું ખાસ છે
આ સિમ કાર્ડની કિંમત સામાન્ય સિમ કાર્ડ કરતા ઘણી વધારે છે, પરંતુ હા, તેના ફાયદા પણ એટલા જ વધારે છે. જો તમે આ સિમ કાર્ડનો ઉપયોગ કરો છો તો વોટ્સએપનો ઉપયોગ કરવા માટે તમારે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નહીં પડે. ઉપરાંત, તમે આ સિમનો ઉપયોગ દેશમાં અને વિદેશમાં ગમે ત્યાં કરી શકો છો. તમને જણાવી દઈએ કે સિમ ખરીદવાની તારીખથી લઈને આ સિમનો ઉપયોગ આખા વર્ષ માટે કરી શકાય છે
